Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ડ્રાફટ વેલ્યુઅર બિલ ૨૦૨૦ના મુલ્યાંકનમાં ઉતાવળીયુ પગલુ

લોકડાઉનમાં સુજાવ કે સુચનો માટે પુરતી તક મળી શકી નથી

રાજકોટ તા. ૩ : ભારતીય અર્થતંત્રમાં ખુબ મહત્વનો ગણાતા મુલ્યાંકન વ્યવસાયને લોકડાઉને માઠી અસર પહોંચાડી છે.

ઇન્ડીયન વેલ્યુઅર્સ મહત્તમ રીતે પ્રોપર્ટી, રીયલ એસ્ટેટ, મશીનરી, ગોલ્ડ જવેલરી વિગેરે મિલ્કતના મુલ્યાંકન માટેની મહત્વતા ધરાવ છે. જોદ આ મુલ્યાંકનમાં ભુલ આવે તો મોટુ નુકશાન થઇ શકે. અર્થતંત્રને અસર કરે.

હાલમાં ગવર્નમેનટ, મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર મુનયાંકન પ્રોફેશન માટે 'ડ્રાફટ વેલ્યુઅર બિલ-૨૦૨૦' રજુ કરવામાં આવેલ છે. પરંતુ લોકડાઉનના કારણે સુજાવ કે સુચનો માટે પુરતી તક મળી શકી નથી.  ઓનલાઇન સજેશનની તક અપાઇ હતી. પરંતુ આ ઉતાવળીયુ પગલુ ગણી શકાય.

વાંધા અરજી માટે ઓનલાઇન પ્લેટ ફોર્મ પણ મર્યાદા ધરાવતુ નવા ગવર્નમેન્ટ ગાઇડ લાઇન ફોલો કર્યા વગર થયેલુ હોય તેમ જણાયુ છે.

ડ્રાફટ વેલ્યુઅર્સ બિલ ૨૦૨૦ તે વેલ્યુઅર્સને લીગલ તથા ઇન્સ્ટીટયુશનલ ફ્રેમવર્કના હેઠળ માન્યતા આપશે. જેનાથી વેલ્યુઅર્સનું મહત્વ વધશે તથા જવાબદાર સાથે મુલ્યાંકન વ્યવસાયને રેગ્યુલેટ અને કંટ્રોલ કરી શકશે.

આ ડ્રાફટ વેલ્યુઅર્સ બીલ ૨૦૨૦ માં મહત્વના વાંધા જોઇએ તો રેગ્યુેટરી ફ્રેમવર્ક દ્વિસ્તરીય છે. મતલબ બીજા સ્તરમાં રજીસ્ટર્ડ વેલ્યુઅર ઓર્ગેનાઇઝેશન અને વેલ્યુએશન પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે.

આમ આઇસીએઆઇ, આરસીઆઇ તથા અન્ય વ્યવસાયીક, ઇન્સ્ટીટયુટ, એસોસીએશનના લાખો મેમ્બર્સને અસર કરે છે. ગવર્નીંગ કાઉન્સીલમાં ર થી ૩ વેલ્યુઅર્સનું રીપ્રેઝન્ટેશન હોવુ જોઇએ તે થયુ નથી.  વેલ્યુઅર થવા માટે કવોલીફીકેશનમાં સ્થાવર જંગમ મિલ્કત માટે ટેકનીકલ પ્રોફેશનલ કવોલીફીકેશન તથા અનુભવ ૧૦ વર્ષનો જરૂરી છે. તે જળવાતુ નથી.

એજ રીતે ફુલટાઇમ વેલ્યુઅરમાં જે એન્જીનીયર આર્કીટેકટ કે તેને સંલગ્ન વ્યવસાય કરે તેને જ માન્યતા મળવી જોઇએ.

એડહોક ઇન્સ્પેકશનરાજનો જન્મ થશે તેવી પણ ચિંતા વ્યકત થઇ રહી છે.

(4:14 pm IST)