Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

બંધારણમાં 'ઇન્ડિયા'ની જગ્યાએ 'ભારત'ની માંગ કરતી અરજી સુપ્રીમે ફગાવી

આ અંગેની નકલ સંબંધિત મંત્રાલયોને રજૂ કરવાની સુચના અપાઇ

નવી દિલ્હી તા. ૩ : સુપ્રીમ કોર્ટે બંધારણમાં સુધારણા કરીને ઇન્ડિયા શબ્દને બદલીને 'ભારત' કરવાની માંગ કરતી અરજી પર દખલ આપવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે અરજીકર્તાને તેમની રિટ અરજીની પ્રતિલિપિ સંબંધિત મંત્રાલયોને પ્રતિનિધિત્વના રૂપે મોકલવાનો આદેશ આપ્યો છે તે યોગ્ય રીતે તેનું પ્રતિનિધિત્વ નક્કી કરશે.

તે પહેલા ગઇકાલે તેના પર સુનાવણી થઇ હતી. જોકે મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેના હાજર ન રહેવાથી કેસને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. દેશની સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યંુ હતું કે સંવિધાન પહેલા અનુચ્છેદમાં લખ્યું છે કે ઇન્ડિયા એટલે કે ભારત. એવામાં એ પ્રશ્ન ઉઠે છે કે જ્યારે દેશ છે. તો તેના બે નામ કેમ? એક જ નામનો પ્રયોગ કેમ કરવામાં નથી આવતો. અરજીકર્તાનું કહેવું છે કે, ઇન્ડિયા શબ્દથી ગુલામી ઝલકે છે અને તે ભારતની ગુલામીની નિશાની છે તેની આ રાષ્ટ્રની જગ્યાએ ભારત અથવા હિન્દુસ્તાનનો ઉપયોગ થવો જોઇએ. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'ભારત' અથવા 'હિન્દુસ્તાન' શબ્દ આપણી રાષ્ટ્રીયતા પ્રત્યે ગૌરવનો ભાવ પેદા કરે છે. અરજીમાં સરકારને સંવિધાન અનુચ્છેદ-૧માં સુધારણા માટે યોગ્ય પગલા ભરીને ઇન્ડિયા શબ્દને હટાવીને દેશને 'ભારત' અથવા હિન્દુસ્તાન કહેવાનો આદેશ આપવાની અપીલ કરવામાં આવી હતી.

(4:13 pm IST)