Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પત્નિને ડંડાથી મારીને પછી જીવતી દફનાવી

હૈદ્રાબાદ, તા.૩: આંધ્રપ્રદેશના નેલ્લૂરમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે પતિએ પહેલા પત્નીને ડંડાથી માર્યો અને પછી તેને જીવતી જ દફનાવી દીધી. તેમની સાત વર્ષની દીકરીએ પોલીસને સૂચના આપી હતી. ગોટલાપાલેમ ગામમાં થયેલી આ ઘટનાનું કારણ ઘરેલૂ કલેશ જણાવવામાં આવે છે.

પોલીસનું કહેવું છે કે ૩૭ વર્ષની પોન્નુરૂ સુભાષિની પોતાના ત્રીજા પતિ સ્વામુલૂ સાથે રહેતી હતી. ૨૭ મેના બન્નેએ દારૂ પીધી અને તેના પછી દ્યરના મુદ્દાને લઈને બન્ને વચ્ચે ઝગડો થયો. લાલચોળ થઈ સ્વામુલૂએ પત્નીને ડંડાથી મારવાનું શરૂ કર્યું. ધોલાઇને કારણે સુભાષિની બેભાન થઈને પડી ગઈ. પોલીસે જણાવ્યું કે તેને સુભાષિનીની સાત વર્ષની દીકરીએ સૂચના આપી કે સ્વામુલૂએ એક ખાડો ખોદીને તેમાં સુભાષિનીને જીવતી દફનાવી દીધી છે. તેણે બાળકીને પણ માર્યું અને તેને ભગાડી દીધી. સૂચના મળતાં જ પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી અને ખાડો ખોદીને બોડી બહાર કાઢી અને હોસ્પિટલ પહોંચાડી. પણ ત્યાં સુધી સુભાષિનીનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ સુભાષિનીના મૃત્યુના કારણની ખબર પડી શકશે. પોલીસ આરોપી સ્વામુલૂને શોધી રહી છે.

(3:07 pm IST)