Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ટીકટોક અશ્લીલતા વધારે છેઃ નિયંત્રણની જરૂરઃ ઓરિસ્સા હાઇકોર્ટની ટીપ્પણી

ભુવનેશ્વરઃ ઓરિસ્સા હાઇકોર્ટે એક કેસમાં ટીપ્પણી કરતા કહ્યુ કે, ટીક ટોક પર નિયંત્રણ જરૂરી છે.જસ્ટિસ એસ કે પાણીગ્રહીએ કહ્યુ કે, ટીકટોક અશ્લીલ કલ્ચરને પ્રદર્શિત કરે છે. સાથે જ આ એપ પોર્નોગ્રાફીને પણ પ્રોત્સાહન આપે છે. આ પ્રકારની એપને નિયંત્રિત કરીને કિશોરો પણ પડતી તેની નકારાત્મક અસરોથી બચાવી શકાય છે. કોર્ટે આ ટીપ્પણી ખુન કેસમાં જામીન અરજીની સુનાવણી દરમ્યાન કરી હતી. જેમાં આરોપી મૃતકની પત્ની છે. મહિલાએ સહઆરોપીની સાથે મળીને પતિના અંતરંગ અને અંગત વિડીયો ટીકટોક પર પોસ્ટ કરી દીધા હતા. ત્યાર પછી પતિએ આત્મહત્યા કરી લીધી હતી. કોર્ટે આરોપીઓને જામીન આપી દીધા હતા.  જસ્ટિસ પાણિગ્રહીએ કહ્યુ કે કેસમાં એવું સામે આવ્યું છે કે, એપ વિડીયોના કારણે એક નિર્દોષે જીવ ગુમાવવો પડ્યો છે. કોઇને હેરાન કરવા માટે આપતિજનક સામગ્રીનો દુરૂપયોગ કરવા માટે ટીકટોકનું ચલણ વધતુ જાય છે.

(2:56 pm IST)
  • રાજકોટ સિવિલ હોસ્પિટલના એક મહિલા ડોકટર અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓને સેવા આપવા માટે ગયા હતા તેઓ પરત ફર્યા પછી તેઓને ફર્ન હોટેલમાં રાખવામાં આવેલ અને તેને કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું સત્તાવાર વર્તુળોએ જણાવાયુ છે access_time 4:51 pm IST

  • ચક્રવાત 'નિસર્ગ' મુંબઈથી ૧૯૦ કીમી દૂર : વાવાઝોડું બપોરે ટકરાય તેવી શકયતા : દાદર, માટુંગા, વડાલા, પરેલ અને સાયન સહિતના મુંબઈના પરા અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલથી વરસાદ ચાલુ, આજે પણ પડી રહ્યો છે : મુંબઈમાં ફઝ્રય્જ્ ની ૮ ટીમો તૈનાત access_time 11:25 am IST

  • જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ :ગ્રેઈન માર્કેટ વિસ્તારના 48 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : સંક્રમિતની કુલ સંખ્યા 54 થઇ : 3 દર્દીઓ સારવાર હેઠળ છે : અગાઉ બે બાળકોના મૃત્યુ થયેલ છે access_time 10:18 pm IST