Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

છુટાછેડા બાદ મહિલા રાતો-રાત વિશ્વના અરબપતિઓની યાદીમાં સામેલ!!

ચીનની બાયોલોજીકલ કંપનીના માલીકે પત્નિને અલગ થવા બદલ કંપનીના ૧૬૧.૩ મિલીયન શેર આપ્યા

નવી દિલ્હીઃ એશીયામાં સૌથી મોંઘા છુટાછેડા બાદ એક મહિલા રાતો- રાત અરબપતિ બની ગઈ હતી. શેન્ઝેન કાંગટઈ બાયોલોજીકલ પ્રોડકટસ કંપનીના અધ્યક્ષ ડુ વેઈમિને તા.૨૯મે એ પત્નિ યુઆન લીપીંગને છુટાછેડા આપ્યા હતા, જેના  બદલે યુઆને ટીકે મેકરને ૧૬૧.૩ મિલીયન શેર ટ્રાન્સફર કરેલ. આ શેરની કિંમત એટલી હતી કે મેકરને રાતો- રાત વિશ્વના અમીર લોકોમાં સામેલ કરી દીધી. સોમવારે સ્ટોક માર્કેટ બંધ થઈ ત્યારે આ શેરની કિંમત લગભગ ૩.૨ બીલીયન ડોલર રહી હતી.

૪૯ વર્ષની યુઆનને તેના પૂર્વ પતિએ કરાર રૂપે આ શેર આપેલ. યુઆન કેનેડાની નાગરીક છે, જે શેન્ઝેનમાં રહે છે. તેણે મે ૨૦૧૧થી ઓગષ્ટ ૨૦૧૮ વચ્ચે કાંગટઈના ડાયરકેટર રૂપે કામ કરેલ. કાંગટઈના શેરના ભાવ છેલ્લા એક વર્ષમાં ડબલથી વધારે થઈ ગયા હતા અને ફેબ્રુઆરી બાદ પણ તેમાં તેજી ચાલુ જ રહી છે. પણ કંપનીએ જયારે કોરોનાની રસી વિકસાવવાની જાહેરાત કરી ત્યારથી તે  પાછું પડયુ હતુ.

(2:56 pm IST)