Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

યથા રાજા તથા પ્રજા

માસ્ક કે સોશ્યલ ડીસ્ટન્સીંગ વગર રાજયપાલને મળતા તેલંગાણાના મુખ્ય પ્રધાન રાવ

નવી દિલ્હી :  તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્ર શેખર રાવ કોરોનાના વધી રહેલા સંકટ અને જોખમ હોવા છતાં મંગળવારે ઘણા જાહેર કાર્યક્રમોમાં માસ્ક વગર દેખાયા હતા. રાજયના છઠ્ઠા સ્થાપના દિવસ અંગેના વિભીન્ન આયોજનોમાં તેમના જે ફોટાઓ જાહેર થયા છે તેમાં બીજા લોકોએ તો માસ્ક પહેરેલા દેખાય છે. પણ રાવ માસ્ક વગર નજરે પડે છે. ત્યાં સુધી કે રાજયપાલ ટી. સૌંદરાજનને રાજભવનમાં જઇને તેમના જન્મદિવસની શુભેચ્છા આપતી વખતે પણ માસ્ક નહોતો પહેર્યો. રાજયમાં જાહેર જગ્યાઓએ માસ્ક ન પહેરવા માટે ૧૦૦૦ રૂપિયા દંડ છે.

(2:54 pm IST)