Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મસ્જીદમાં નમાઝ પઢવા માટે નિર્દેશો રજુ કરાયા

લખનૌ તા.૩ :આગામી તા.૮ થી ધાર્મિક સથળો ખોલવામાં આવી રહયા છે ત્યારે ઇસ્લામી સેન્ટર લખનૌમાં મસ્જીદોમાં નમાઝ પઢવા માટે અમુક દિશા નિર્દેશો રજુ કર્યા છે. જેમાં ૧૦ વર્ષથી નાની વયના બાળક અને ૬પ વર્ષથી વધુના વયના લોકોને મસ્જીદમાં નહી આવવા જણાવેલ છે.

વધુમાં જણાવ્યું છે કે મસ્જીદમાં સમુહ એકત્ર ન થવા દેવામાં આવે, માત્ર મુખ્ય નમાઝને જ પ્રાધાન્ય આપવામાં આવે, અન્ય નમાઝ ઘરે પઢવામાં આવે, દર ૧પ મિનિટના અંતરે મસ્જીદમાં ચાર ચાર જમાઅત કરવામાં આવે, જુમ્માની નમાઝમાં પણ આમ કરવામાં આવે, ખુત્બો નાનો પઢવો, તકરીર ના કરવી, વઝુ પરેજ કરી લેવુ, નમાઝીએ માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટેન્સ ખાસ રાખવું, ચટાઇઓ ના પાથરવી, જમીનને ફિનાઇલથી ધોવી, ટોપીઓ મસ્જીદમાં રાખવી અને મસ્જીદમાં આવતા જતી વખતે ભીડ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.

(2:52 pm IST)