Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કોરોના સંકટમાં રોકાણકારોનો એક માત્ર સહારો બન્યુ સોનુ

લોકોને મ્યુચ્યલ ફંડ અને શેરબજાર કરતા વધુ ભરોસો

બેંગ્લોરઃ. કોરોના સંકટે રોકાણની પદ્ધતિઓ પણ ફેરવી નાખી છે. લોકડાઉન પછી બજારમાં તેની અસર પણ દેખાઈ રહી છે. મ્યુચ્યલ ફંડ અને શેરબજારને બદલે સોનામાં રોકાણ પહેલી પસંદ બની ગયું છે. ભારત જ નહીં દુનિયાભરમાં સોનાની ચમક અને પૂછપરછ વધી રહી છે. સંકટના સમયે સોનુ મોટો સહારો બન્યુ છે. તેનુ કારણ એ છે કે સોનુ રોકાણના અન્ય વિકલ્પોની સરખામણીમાં સારા રિટર્નનો ભરોસો આપે છે.ભૌતિક સોના ઉપરાંત ગોલ્ડ ઈટીએફ પણ રોકાણનું માધ્યમ બની રહ્યું છે. રોકાણ વિશેષજ્ઞોનું કહેવું છે કે ૨૦૧૯માં ગોલ્ડ ઈપીએફ ફંડે ૨૪ ટકાનું વાર્ષિક રિટર્ન આપ્યુ હતું. આ વર્ષે પાંચ મહિનામાં જ ૨૨ ટકા રિટર્ન આપ્યું છે. દેશમાં ૧૭ મેએ સોનાનો ભાવ સાત વર્ષની ટોચે હતો. અત્યારે સોનાનો ભાવ ૪૭ હજાર આસપાસ છે. બજારના નિષ્ણાંતોનું કહેવુ છે કે હાલનું વલણ ચાલુ રહેશે તો વરસના અંત સુધીમાં સોનુ ૫૦ હજારે પહોંચી શકે છે. આ શકયતાને કારણે રોકાણકારો સોના પર વધુ વિશ્વાસ મુકી રહ્યા છે.

(2:51 pm IST)