Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

બાકી દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના કાબૂમાં: સમયસર ભરાયેલા પગલાથી ફાયદો થયો

ભારતમાં કોરોના પીક સીઝનથી ઘણુ દૂર છે

નવી દિલ્હી, તા.૩: ભારતમાં સમયસર અને ચોક્કસ પગલા ભરવામાં આવ્યા હોવાના કારણે ભારત કોરોના વાયરસના પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક પર કાબૂ રાખી શકાયો છે. આ અંગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ સાયન્સ (ત્ઘ્પ્ય્) જણાવે છે કે, આ સ્થિતિને જાતા એ સમજી શકાય કે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ દ્યણી સારી છે.

ભારતમાં પાછલા કેટલાક દિવસથી રોજના ૮,૦૦૦ કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જોકે, દેશમાં કોરોનાની સ્થિતિ અંગે ડોકટર નિવેદિતા ગુપ્તા જણાવે છે કે, 'ભારતમાં કોરોના પીક સીઝનથી ઘણુ દૂર છે. કોરોનાને રોકવા માટે અમારી કોશિશ અને સરકાર દ્વારા ભરવામાં આવી રહેલા પગલા સફળ સાબિત થઈ રહ્યા છે. આ જ કારણે ભારતની બાકી દેશની સરખામણીમાં સ્થિતિ ઘણી સારી છે. આવા સમયમાં આપણી સંપૂર્ણ કોશિશ કમ્યુનિટી ટ્રાન્સમિશન રોકવાની હોવી જોઈએ.'

આ સાથે ડો. ગુપ્તાએ જણાવ્યું કે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ૩૪,૦૦૦ લોકોનો સેરો-સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વેનું પરિણામ આ અઠવાડિયાના અંતમાં અથવા નવા અઠવાડિયાની શરુઆતમાં જાણી શકાશે.

ભારતમાં પાછલા કેટલાક દિવસથી રોજના ૮૦૦૦ કરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો કુલ આંકડો ૨,૦૦,૭૪૫ થઈ ગયો છે. જયારે વધુ ૨૧૯ના ૨૪ કલાકમાં કોરોનાથી મોત થયા છે.

(11:28 am IST)