Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જુના ઘરેણા વેંચવા એ હવે ખોટનો ધંધો

અનેક જવેલર્સ જુના ધરેણાના એક્ષચેંજ અને ખરીદી માટેના રેટમાં વધુ ઘટાડો જાહેર કર્યોઃ ૩૦% જેટલી કપાતઃ કરાતી હોવાની ફરિયાદો

નવી દિલ્હી તા. ૩ :.. જુના ઘરેણાના વેચાણ પર સોનાની વર્તમાન કિંમતોથી બહુ ઓછી કિંમત આંકવામાં આવતી હોવાની ફરીયાદો આવતી રહી છે. પણ હવે એવા આક્ષેપો થઇ રહ્યા છે કે ડઝનબંધ જવેલરી એસોસીએશનો આપસી સહમતિથી જૂના ઘરેણાના એકસચેંજ અને ખરીદી માટેના રેટ અને કપાત નકકી કરી રહ્યા છે, જે શુધ્ધતા, કરીને સોનાની બજાર કિંમત કરતા ૩૦ ટકા ઘટી શકે છે. જો કે જવલરી એસોસીએશને તેને રદીયો આપ્યો છે.

એક ટોચના સંગઠનના પ્રતિનિધી અને સરકારી કમીટીઓના મેમ્બરે જણાવ્યું કે જવેલર ૪પ૯૯૦ ના ભાવ ખરીદેલ ઘરેણુ પાછું લેવા માટે ૪૦૪ર૦ રૂપિયા દર દસ ગ્રામનો ભાવ આપી રહ્યા છે. તેમાં નોન હોલમાર્કીંગ જવેલરી પર ૪૦૪ર રૂપિયા અને મજૂરીના ર૮૩૦ રૂપિયા કાપી રહ્યા છે. ૧ર૧૩ રૂપિયા જીએસટીના કપાય છે. એટલે તમારા ૧૦ ગ્રામના ઘરેણાની કિંમત ૩ર૩૩પ રૂપિયા જ રહી જાય છે. જે ખરીદ ભાવનાં રપ થી ૩૦ ટકા ઓછી થાય છે.

જો કે ઇન્ડીયન બુલીયન એન્ડ જવેલરી એસોસીએશને આ પ્રકારની કોઇ પણ વાતને આખા જવેલરીનાં ધંધાને બદનામ કરનારી ગણાવી છે.

(11:21 am IST)