Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

બ્રિટનમાં વૃધ્ધ ભારતીયો પર કોવિડ-૧૯નું જોખમ વધારે

કોરોના મહામારીમાં વ્યકિતની વય અને જાતી ખુબ અગત્યનો ભાગ ભજવતી હોવાનો ઘટસ્ફોટ

લંડન, તા.૩:  ઇંગ્લેન્ડમાં વસતા ભારતીય મૂળના વૃધ્ધ પુરૂષો પર કોવિડ-૧૯નું જોખમ વધુ હોય છે, એમ આ મહામારીની અસરોમાં જોવા મળતી વિસંગતા અંગેના બ્રિટિશ સરકારના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. 'કોવિડ-૧૯ના પરિણામ અને જોખમમાં જોવા મળતી વિસંગતા' અંગેના પબ્લીક હેલ્થ ઇંગ્લેન્ડ નામના એક અહેવાલને આજે આમ સભામાં રજૂ કરાયો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે આ મહામારીના જોખમમાં વ્યકિતની વય અને તેની જાતી ખુબ અગત્યની ભૂમિકા ભજવે છે. ૪૦ વર્ષથી નીચેનીવયના લોકોની સરખામણીમાં ૮૦ અથવા તો ૭૦ કરતાં મોટી વયના લોકો વહેલા મરી જાય છે.

ઉપરાંત એ કેટેગરીમાં પુરૂષો પર વધારે જોખમ હોય છે. ખાસ કરીને અશ્વેત, એશિયન અને અન્ય લદ્યુમતી સમુદાયના લોકો શ્વેત સમુદાય કરતાં વધુ જોખમમાં હોય છે. 'આ અભ્યાસ દર્શાવે છે કે અશ્વેત અથવા તો લદ્યુમતી સમુદાયના લોકો પર મોટું જોખમ હોય છે. વય,ક્ષેત્ર, લીંગ અને ડેપ્રીવેશન જેવા પરિબળોને ધ્યાનમાં લીધા પછી પણ વંશીય અસમાનતા વધુ અગ્રેસર જણાઇ હતી'એમ બ્રિટનના આરોગ્ય મંત્રી મેટ હેન્કોકે સંસદને કહ્યું હતું.

'આ અહેવાલમાં કોમોરબિડીટી અને સ્થુળતા જેવા પરિબળોને એડજસ્ટ કરાયા ન હતા, આમ આ અસમાનતાનો અભ્યાસને સમજવા માટે હજુ દ્યણું સંશોધન કરવાનું બાકી છે.આ અસમાનતાને દુર કરવા શું કરી શકાય છે તેનો અભ્યાસ પણ કરીશું'એમ તેમણે કહ્યું હતું. કેબિનેટ મંત્રીએ કોવિડ-૧૯ની દેશમાં અસરો જાણવા વિવિધ વંશીય સમુદાયોના પરિબળોનો અભ્યાસ જરૂરી હતો. હવે આ સંશોધનનું નેતૃત્વ યુકે ઇકિવાલિટીઝ મંત્રી લિઝ ટ્રુસ કરશે. કન્ફરમ કોવિડ-૧૯ કેસોમાં આ બાબતને સાબીત કરી શકાઇ હતી.બાંગ્લાદેશી નાગરિકોના ક્ષેત્ર, વય અને લિંગનો અભ્યાસ કર્યા પછી આ અહેવાલ તૈયાર કરાયો હતો.

'ચીન,ભારત,પાકિસ્તાન,અન્ય એશિયનો, કેરેબિયનો અને અન્ય અશ્વેત સમુદાયના દસ થી પચાસ વર્ષની વયના લોકો પર શ્વેત લોકોની સરખામણીમાં મૃત્યનું જોખમ વધુ હોય છે. અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે 'મોટી વયના જુથ માટે ચીની, ભારતીય અને અન્ય સમુદાયના લોકો પર શ્વેતની સરખામણીમાં મોતનું જોખમ વધુ હોય છે.

(11:19 am IST)