Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

'ફેમ ઇન્ડિયા એશિયા પોસ્ટ'ના સર્વેનું તારણ

ભારતના પ૦ શ્રેષ્ઠ કલેકટરોમાં કે.રાજેષ, નરેન્દ્રકુમાર મીના, શાલીની અગ્રવાલને સ્થાન

રાજકોટ, તા., ૩: ફેમ ઇન્ડિયા એશિયા પોસ્ટ સર્વે એજન્સી દ્વારા સર્વેમાં દેશના પ૦ લોકપ્રિય કલેકટરોમાં ગુજરાતના ૩ જિલ્લા કલેકટરોને સ્થાન મળ્યું છે જેમાં સુરેન્દ્રનગરના કે.રાજેષ (મો.નં. ૯૯૭૮૪ ૦૬રર૩) દેવભૂમિ દ્વારકાના નરેન્દ્રકુમાર મીના (મો.નં. ૯૯૭૮૪૦પ૯૩૩) અને વડોદરાના શાલીની અગ્રવાલ (મો.નં. ૯૯૭૮૪ ૦૬રર૪)નો સમાવેશ થાય છે આ કોઇ સ્પર્ધા ન હતી પરંતુ એજન્સી દ્વારા થયેલ સર્વેમાં તારણ નિકળ્યું છે. ત્રણેય કલેકટરો પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

જે તે જિલ્લાની કુદરતી સંપતી, સંશાધનો, માર્ગો, સમસ્યાઓ વગેરેના આધારે કલેકટર દ્વારા કરવામાં આવેલી કામગીરી પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવેલ. જિલ્લાના વહીવટી વડા તરીકે કલેકટરની કાર્યશૈલી, કુશળતા વગેરે બાબતો  સર્વેમાં આવરી લેવામાં આવી હતી.

(11:13 am IST)