Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જીવનસાથીને ક્રુર સાબિત કરવા માટે કોલ રેકોર્ડ કરી શકાય નહી

કાલે રેકોર્ડ એ પ્રાઇવસીના અધિકારનું ઉલ્લંઘન છેઃ પંજાબ - હરિયાણા હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

નવી દિલ્હી તા. ૩ : પત્નીને ક્રૂર દેખાડવા માટે તેની જાણકારી વગર કોલ રેકોર્ડ કરવું એ પ્રાઇવસીનું હનન છે. જેને કોઈ પણ સંજોગોમાં પ્રોત્સાહિત કરવું જોઈએ બાળકની ધરપકડ અંગે દાખલ કરેલી અરજી પર સુનાવણી દરમિયાન પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો. હાઇકોર્ટમાં દાખલ કરીને કરેલા પંચકુલા નિવાસી મહિલાએ જણાવ્યું કે પતિની સાથે તેનું વૈવાહિક વિવાદ ચાલી રહ્યું છે.

વિવાદ દરમ્યાન પતિ તેની ચાર વર્ષની પુત્રી લઈને ચાલ્યો ગયો . અરજીકર્તાએ કહ્યું કે એવું કરવું પ્રત્યક્ષ રીતે તેની પુત્રી સાથે ધરારથી સાથે રહેવું એના જેવું છે. તેઓએ જણાવ્યું કે પુત્રી જેની પાસે રહેશે તે અંગે ફેમિલી કોર્ટમાં કેસ વિચારાધીન છે. અરજીકર્તાએ સુનાવણી દરમ્યાન જણાવ્યું કે પતિ તેને ક્રૂર સાબિત કરવા માટે તેમના ફોન રેકોર્ડ કરે છે. તથા તેને પુરાવા તરીકે રજૂ કર્યા છે.

હાઇકોર્ટેએ વાત પર આશ્યર્ય થઈને કહ્યું કે કેવી રીતે કોઈ વ્યકિત કોઈની પ્રાઈવસીનો અધિકારનું હનન કરે છે. જીવનસાથીની સાથે ફોન પર કરવામાં આવેલી વાતચીતને કોઈ પણ મંજૂરી વગર રેકોર્ડ કરવું એ પ્રાઈવસીના અધિકારનું હનન છે. હાઇકોર્ટના રેકોર્ડિંગ કરીને કોર્ટે તેને પુરાવા તરીકે રજૂ કરતા પતિને ફટકાર લગાવી છે.(૨૧.૬)

 

(11:11 am IST)