Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ભારતમાં કોરોનાના ૨ લાખથી વધુ દર્દીઓ

૨૪ કલાકમાં ૮૯૦૯ કેસઃ ૨૧૭ લોકોના મોતઃ દેશનો કુલ મૃત્યુઆંક ૫૮૧૫: ૧ લાખથી વધુ લોકો સાજા પણ થયા

નવી દિલ્હી, તા. ૩ :. ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮૯૦૯ કેસ સામે આવ્યા છે અને ૨૧૭ લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૨ લાખ ૭ હજારને પાર કરી ગઈ છે. રોજ ૬ થી ૭ હજાર સરેરાશ કેસ સામે આવી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં રીકવરી રેટ પણ સારો છે. અત્યાર સુધીમાં ૧૦૦૩૦૩ લોકો સાજા થયા છે અને દેશનો કુલ મૃત્યુઆંક ૫૮૧૫નો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૭ લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસ ૨૦૭૬૧૫ થયા છે અને ૧૦૦૩૦૩ લોકો સાજા થયા છે.  દેશમાં સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમાથી ૧૩૮૦૦૦ના ટેસ્ટ છેલ્લા ૨૪ કલાકમાં કરવામાં આવ્યા છે.

વૈશ્વિક મહામારી કોરોનાથી અમેરિકામાં ૧ લાખ ૬ હજાર લોકોના મોત થયા છે અને ૧૮ લાખ લોકો સંક્રમિત થયા છે.

(10:35 am IST)