Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

દહેજમાં બાઇક નહી મળતા વ્યકિતએ પોતાની પત્નિને વેચવા કાઢી

આઝમગઢ, તા.૩: યુપીના આઝમગઢથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યકિતએ પોતાનાં શ્વસુર પક્ષ દ્વારા બાઇકની માંગ પુર્ણ નહી કરવામાં આવતા પોતાની પત્નીને સોશિયલ મીડિયા પર વેચવા માટે મુકી હતી. આ વ્યકિતની ધરપકડ કરી લેવામાં આવી છે. આ દ્યટના મેહનગર પોલીસ સર્કલ ખાને ઠુંઠીયા ગામમાં બની હતી. જયાં આરોપી પુનિતે કથિત રીતે પોતાની પત્નીને મોટર સાયકલ માટે પરેશાન કરોત હતો, તેને વારંવાર માર પણ મારતો હતો. જેથી તે મહિલા પોતાનાં માતા - પિતાનાં દ્યરે પરત ફરી હતી. જે કોતવાલી પોલીસ એકમમાં આવે છે.

ત્યાર બાદ નારાજ પુનિતે પોતાની પત્નીના નંબર સાથે તેની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી અને લોકોને તેની સાથે વાત કરવા અને તેની સાથે સંબંધ બનાવવા માટે પૈસા આપવાની વાત કરી.જયારે મહિલાને પોતાનાં નંબર પર વિચિત્ર ફોન આવવા લાગ્યા તો તેણે પોતાનાં પતિને આરોપી ગણાવીને સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

કોરોના અંગે રાહતના સમાચાર, દર્દીઓનો રિકવરી રેટ નાટ્યાત્મક રીતે વધ્યો, જાણો મંત્રાલયે શું કહ્યું?

એસપી કાર્યાલયમાં પીઆરઓ સંજય સિંહે કહ્યું કે, અમે સોમવારે પુનિતની ધરપકડ કરી અને તેને જેલ મોકલી આપ્યો છે. આ મહિલાની વિરુદ્ઘ ગુનાનો એક અસામાન્ય કેસ છે અને તેને કડકમાં કડક સજા મળે તેવો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું કે, આ પ્રકારનો જ કેસ બે દિવસ પહેલા પણ જિલ્લામાં બન્યો હતો. તે કેસનાં આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા વિરોધી અત્યાચાર કોઇ પણ પ્રકારે સાંખી લેવામાં નહી આવે.

(10:11 am IST)