Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

બુકી હવે કોરોના કેસ પર લગાવી રહ્યા છે સટ્ટોઃ બજારમાં લાગી રહ્યો છે કરોડોનો સટ્ટો

દારૂડિયાને વ્હિસ્કી ના મળે તો સસ્તો દારૂ પણ પી લે છે, તેમ સટ્ટેબાજો હાલ બધી જ ગેમ્સ બંધ હોવાને કારણે કોરોના વાયરસ પર સટ્ટો લગાવી રહ્યા છે

નવી દિલ્હી, તા.૩: કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉનમાં બધા જ કામકાજ ઠપ્પ છે. દરમિયાન સટ્ટેબાજી પણ બંધ છે. હવે સટ્ટેબાજોએ કોરોના અને તેના આંકડાઓ પર કરોડો રૂપિયાનો સટ્ટો લગાવવાનું શરૂ કરી દીધુ છે. વાત જાણે એમ છે કે, કોરોના વાયરસના કારણે ક્રિકેટ, ફુટબોલ સહિત તમામ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. IPL જેવી દ્યણી મોટી ટૂર્નામેન્ટ્સ કયાં તો રદ્દ કરી દેવામાં આવી છે, કયાં તેની તારીખો આગળ વધારવામાં આવી છે. એવામાં સટ્ટેબાજોની સામે રોજી-રોટીનું સંકટ આવી ગયું છે. હવે સટ્ટેબાજોએ કોરોના પર સટ્ટો લગાવવાનું શરૂ કરી દીધુ છે. સટ્ટેબાજ હવે કોરોના સાંથે સંકળાયેલ આંકડા, તેની સાથે જોડાયેલા રાજકારણ અને દર્દીઓની સંખ્યા પર દાવ લગાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ હવે સટ્ટેબાજોનું નવો ફેવરિટ ટોપિક બની ગયો છે. લગભગ અડધા સટ્ટેબાજ માત્ર કોરોના પર સટ્ટો લગાવી રહ્યા છે. આ સાથે જ કોરોના પર કયા નેતા શું નિવેદન આપશે. તેના પર પણ સટ્ટેબાજ ખૂબ જ સટ્ટો લગાવી રહ્યા છે. મોટાભાગની ગેમ્સ પ્રતિયોગિતા બંધ હોવાને કારણે સટ્ટેબાજ હવે નાની ગેમ્સ પર દાવ લગાવી રહ્યા છે. હવે આ નવો ટ્રેન્ડ સટ્ટેબાજોમાં ચાલી રહ્યો છે.

કેટલીક ગેરકાયદેસર ગેમ્બલિંગ સાઈટ્સ આ અંગે સટ્ટો લગાવી રહી છે. તેમાં એક દિવસમાં કેટલા લોકો કોરોના વાયરસની ચપેટમાં આવશે તેના આંકડા પર સટ્ટો લગાવી રહ્યા છે. આ સાઈટ્સ પર દ્યણા બધા ઓપ્શન્સ પણ આપવામાં આવી રહ્યા છે, જેમકે કોરોના વાયરસના આંકડા પર સટ્ટો લગાવી શકાય, તેમજ કોરોના વાયરસના દર્દીઓનો આંકડો અગાઉના દિવસ કરતા વધારે રહેશે કે ઓછો વગેરે ઓપ્શન આપવામાં આવે છે.

તમને એ જાણીને નવાઈ લાગશે કે, કોરોના વાયરસના લોકડાઉનના આ સમયમાં દુનિયાભરમાં સટ્ટાની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. હાલના લોકડાઉનના આ સમયમાં સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા સહિતના વિવિધ દેશોમાં સટ્ટાની સંખ્યામાં રેગ્યુલર સમય કરતા પણ વધારો નોંધાયો છે.

આ અંગે મનોચિકિત્સકોનું કહેવું છે કે, લોકડાઉનના આ સમયમાં કોઈ દારૂડિયાને વ્હિસ્કીના મળે તો સસ્તો દારૂ પણ પી લે છે, તેમ સટ્ટેબાજો હાલ બધી જ ગેમ્સ બંધ હોવાને કારણે કોરોના વાયરસ પર સટ્ટો લગાવી રહ્યા છે.

(10:09 am IST)