Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સીનીયર કેબિનેટમંત્રી માથે રાહુની મહાદશા

લોકડાઉનના ૬૫ દિવસો દરમિયાન સંપૂર્ણપણે એકાંતવાસમાં મોકલી દીધા

નવી દિલ્હી : દિલ્હી હાઇ કમાન્ડે એક સિનિયર કેબિનેટ પ્રધાનને લોકડાઉનના ૬૫ દિવસો દરમિયાન સંપૂર્ણપણે એકાંતવાસમાં મોકલી દીધા હતા બે મહિના સુધી આ કેબિનેટ પ્રધાન તેમના મતક્ષેત્રમાં જ રહ્યા હતા, બોસ તરફથી તેમને એક પણ ફોન કોલ્સ, વિડીયો કોન્ફરન્સ કે મેસેજ આ 65 દિવસમાં મળ્યો ન હતો. હવે આ કેબિનેટ પ્રધાન દિલ્હી પરત આવ્યા છે અને નોર્થ બ્લોકમાં સંપર્ક પ્રસ્થાપિત કરવા પ્રયાસો કરી રહ્યાનું ન્યુઝફર્સ્ટનો હેવાલ જણાવે છે.

 

(10:53 pm IST)