Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અમેરિકામાં રંગભેદની નીતિ વિરુદ્ધ ઇન્ડિયન અમેરિકન ડોક્ટરો મેદાનમાં : આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજાવવાની ઘટનાનો વિરોધ : અમેરિકન એશોશિએશન ઓફ ફિઝીશીઅનશ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI ) દ્વારા પણ રોષ વ્યક્ત કરાયો

વોશિંગટન : અમેરિકામાં 25 મે ના રોજ આફ્રિકન અમેરિકન 46 વર્ષીય જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં દમનથી મૃત્યુ નિપજાવવાના મામલે એક સપ્તાહ પછી પણ વિરોધ થઇ રહ્યો છે.એટલું જ નહીં ઓસ્ટ્રેલિયા તથા યુરોપમાં પણ અમેરિકાની રંગભેદની નીતિ વિરુદ્ધ શાંતિ પૂર્ણ દેખાવો થઇ રહ્યા છે.
તેવા સંજોગોમાં અમેરિકામાં વિશેષ સ્થાન ધરાવતા તથા આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપવામાં સદાય અગ્રેસર ગણાતા એવા ઇન્ડિયન અમેરિકન તબીબોએ પણ અમેરિકાની રંગભેદની નીતિ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.જે મુજબ અમેરિકન એશોશિએશન ઓફ ફિઝીશીઅનશ ઓફ ઇન્ડિયન ઓરિજીન  (AAPI ) એ ફ્લોયડના મૃત્યુ નિપજાવવાની ઘટનાને વખોડી કાઢી વિરોધ નોંધાવ્યો છે.તથા લઘુમતી કોમ વિરુદ્ધ દમનની ઘટનાને રંગભેદ સમાન ગણાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:46 pm IST)