Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અમેરિકામાં પોલીસ દમનથી અશ્વેત વ્યક્તિના મૃત્યુના વિદેશોમાં પડઘા : ઓસ્ટ્રેલિયા તથા યુરોપમાં દેખાવો

કેનબેરા : અમેરિકામાં અશ્વેત વ્યક્તિના પોલીસ હિરાસતમાં દમનથી થયેલા મૃત્યુના અમેરિકા ઉપરાંત વિદેશોમાં પણ પડઘા પડ્યા છે.અમેરિકામા થયેલા દેખાવો હિંસામાં પરિણમ્યા બાદ વિદેશોમાં પણ શાંતિપૂર્ણ દેખાવો કરવાનું શરૂ થયું છે.જે મુજબ ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશોમાં રંગભેદ નાબૂદ કરી તમામને સમાન અધિકાર આપવા તેમજ પોલીસ દમન અટકાવવા સૂત્રો લખેલા બેનરો સાથે દેખાવો કરાયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:44 am IST)