Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ભારત સહિતના સાથી દેશો સાથે મળીને ચીનને મહાત કરીશું : લાંબા સમયથી ભારત માટે જોખમ ઉભું કરી ફાયદો ઉઠાવવાની ચીનની નેમ : અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીઓ

વોશિંગટન : અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ જણાવ્યું હતું કે ચીન  લાંબા સમયથી ભારત માટે  જોખમ ઉભું કરી રહ્યું છે.જેનો હેતુ કોમ્યુનિસ્ટ પાર્ટી માટે લાભ ઉઠાવવાનો છે. પોમ્પિયોએ કહ્યું કે, ચીનની સેનાએ જે પ્રગતિ કરી છે, તેને સત્ય માની શકાય છે. શી જિનપિંગ સૈન્ય શક્તિ વધારવા માંગે છે.  તેની સામે લડવા માટે ઘણા દેશોનો સાથ લઈશું.

પોમ્પિયોના જણાવ્યા પ્રમાણે, અમેરિકન રક્ષા વિભાગ ચીની સેનાથી થનારા જોખમને સમજવા માટે જરૂર પગલા લઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં આપણી સેના, રક્ષા વિભાગ અને સૈન્ય સંસ્થાન એટલા મજબૂત છે કે અમેરિકાના લોકોની રક્ષા હંમેશા કરી શકશે. 

(10:33 am IST)