Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

૨૦૧૮માં ગામડામાં ૫૭૫૦ તો શહેરી વિસ્‍તારોમાં ૨૨૪૬ લોકોના જીવ અકસ્‍માતમાં ગયા છે

ગુજરાતના રસ્‍તાઓ એટલે યમના રસ્‍તા

નવી દિલ્‍હી, તા.૩: ગુજરાત સરકારના પરિવહન મંત્રાલયના રિપોર્ટ્‍સ અનુસાર વર્ષ ૨૦૧૮માં ગામડામાં ૫૭૫૦ અને શહેરી વિસ્‍તારમાં ૨૨૪૬ લોકોના જીવ અકસ્‍માતમાં ગયા છે. રાજય સરકારે જિલ્લા કક્ષાની રોડ સેફ્‌ટી કમિટી બનાવીને અકસ્‍માત શા માટે થાય છે, એન્‍જિનિયરિંગની શું સમસ્‍યા છે જેને કારણે અકસ્‍માત થાય છે વગેરેનો અભ્‍યાસ કરવા જણાવ્‍યું છે.

અન્‍ય એક ચોંકાવનારી વાત એ છે કે સૌથી વધુ અકસ્‍માત સાંજે ૬દ્મક ૯ વચ્‍ચે બને છે જેમાં ગ્રામીણ વિસ્‍તારમાં શહેરી વિસ્‍તાર કરતા અઢી ગણા વધુ લોકો જીવ ગુમાવે છે. ૨૦૧૮માં કુલ ૭૯૯૬ લોકોએ માર્ગ અકસ્‍માતમાં જીવ ગુમાવ્‍યો હતો. રોડ સેફ્‌ટી કાઉન્‍સિલે ૨૦૧૮માં એક વિસ્‍તૃત અભ્‍યાસ હાથ ધર્યો હતો જેમાં એક્‍સિડન્‍ટના પ્રકાર, કયા મહિનામાં વધુ અકસ્‍માત થયા છે, મૃતકોની ઉંમર, દ્યાયલોની ઉંમર, અકસ્‍માત થાય છે તે જગ્‍યા, અને કેવી પરિસ્‍થિતિમાં અકસ્‍માત થયો વગેરે વિગતોનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો.

પરિવહન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું, ‘અત્‍યારે સુધીનો આ સૌથી વિસ્‍તૃત એક્‍સિડન્‍ટ રિપોર્ટ છે. તે અમને સુધારાત્‍મક પગલા લેવામાં મદદરૂપ બનશે. અહીં ધ્‍યાનમાં લેવા જેવી બાબત એ છે કે ગુજરાતના હાઈવે પર ૨૧૨૬ લોકોના મોત થયા, તેની સામે નેશનલ હાઈ વે પર ૧૮૫૭ લોકોના અકસ્‍માતમાં મોત થયા હતા. ગુજરાતના નાના, ગ્રામીણ અને શહેરના રસ્‍તાઓએ ૩૧૩૭ લોકોના જીવ લીધા છે.

પોર્ટ્‍સ એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ ડિપાર્ટમેન્‍ટના પ્રિન્‍સિપાલ સેક્રેટરી સુનૈના તોમરે જણાવ્‍યું, ઙ્કરોડ સેફ્‌ટી કાઉન્‍સિલે વિવિધ ડિપાર્ટમેન્‍ટની કમિટી બનાવવાનું નક્કી કર્યું છે. આ કમિટી અકસ્‍માતની જગ્‍યા અને કારણોનો અભ્‍યાસ કરશે. તેમણે વધુમાં જણાવ્‍યું, “RTO, R&B એન્‍જિનિયર, લોકલ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટી, NHAI એન્‍જિનિયર અને જાગૃત નાગરિકો મળીને અકસ્‍માતની દરેક સાઈટનો અભ્‍યાસ કરશે અને ભવિષ્‍યમાં એ જગ્‍યાએ અકસ્‍માત ન થાય તે માટે યોગ્‍ય પગલા ભરશે.ઙ્ઘ આ ઉપરાંત ડિપાર્ટમેન્‍ટ એક સોફ્‌ટવેર વિકસાવશે જેનાથી ડિપાર્ટમેન્‍ટના અધિકારીઓને જે-તે વિસ્‍તારમાં થતા અકસ્‍માત અંગે જાણકારી મળી શકે. સ્‍થાનિક કમિટી બ્‍લાઈન્‍ડ સ્‍પોટ્‍સ હટાવાય અને લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે એ વાતનું ખાસ ધ્‍યાન રાખશે.

(3:56 pm IST)