Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ગોડસેને થેંક્યુ કહેનાર IAS નિધિ ચૌધરી પર કાર્યવાહી કરો :એનસીપી નેતા શરદ પવારએ મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર

નિધિએ ટ્વીટ ડીલીટ કર્યા બાદ લખ્યું હું ગાંધીજીનો અનાદર કરવાનુ વિચારી પણ ન શકુ, હું તેમની સામે પૂરી શ્રદ્ધાથી માથુ ઝૂકાવુ છુ

નવી દિલ્હી ;એનસીપી નેતા શરદ યાદવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે  તેમણે ફડણવીસને આઈએએસ અધિકારી નિધિ ચૌધરી સામે કાર્યવાહી કરવાની માંગ કરી. ચૌધરીએ પોતાના ટ્વીટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટોને નોટોમાંથી હટાવવાની માંગ કરી હતી અને નાથુરામ ગોડસેને થેંક્યુ કહ્યુ હતુ. ત્યારબાદ આના પર વિવાદ શરૂ થઈ ગયો. જો કે બાદમાં તેમણે પોતાનુ ટ્વીટ ડિલીટ કરી દીધુ.

નિધિ ચૌધરી 2012ની બેચની આઈએએસ છે. હાલમાં તે બીએમસીમાં છે. 17મેના રોજ એક ટ્વીટમાં નિધિએ લખ્યુ કે આપણે શાનદાર રીતે 150મી જયંતિ મનાવી રહ્યા છે. આ જ મોકો છે કે આપણે નોટોમાંથી તેમનો ફોટો હટાવી દઈએ, દુનિયાભરમાંથી તેમની મૂર્તિઓ હટાવી દઈએ, તેમના નામ પર રાખવામાં આવેલી સંસ્થાઓ અને રસ્તાઓના નામ બદલી દઈએ, આ બધા તરફથી તેમને અસલી શ્રદ્ધાંજલિ હશે, 30 જાન્યુઆરી, 1948 માટે થેંક્યુ ગોડસે.

આ ટ્વીટ પર વિવાદ બાદ નિધિ ચૌધરીએ તેને ડિલીટ કરી દીધુ. નિધિએ એક બીજા ટ્વીટમાં લખ્યુ કે 17મેનું મારુ ટ્વીટ મે ડિલીટ કરી દીધુ કારણકે અમુક લોકોએ તેને ખોટુ સમજ્યુ. જો તે 2011થી મારી ટાઈમલાઈન ફોલો કરી હોત તો તે સમજતા કે હું ગાંધીજીનો અનાદર કરવાનુ વિચારી પણ ન શકુ, હું તેમની સામે પૂરી શ્રદ્ધાથી માથુ ઝૂકાવુ છુ અને પોતાના અંતિમ શ્વાસ સુધી આમ કરતી રહીશ.

(12:54 pm IST)