Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

પહેલી જુલાઈથી પવિત્રધામ અમરનાથ યાત્રાનો પ્રારંભ :1.10 લાખથી વધુ યાત્રિકોનું રજીસ્ટ્રેશન

નવી દિલ્હી : આગામી તા 1 જુલાઈથી શરૂ થતી દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલી અમરનાથ ગુફાની તીર્થયાત્રા માટે 1.10 લાખથી વધુ ભાવિકોએ નામ નોધાવ્યા છે. જમ્મુ અને કશ્મીરના રાજ્યપાલ સ્ત્યપાલ મલિકે યાત્રાળુઑ માટેની ઓનલાઈન નોધણી પ્રક્રિયાની ગયા સપ્તાહે શરૂઆત કરવી હતી.

બાલતાલ અને ચંદનવાડી રૂટ થઈને કરાતી વાર્ષિક અમરનાથ યાત્રા માટેની નોધણી પ્રક્રિયા ગઈ તા 2 એપ્રિલે શરૂ થઈ છે,એમ અધિકારીએ જણાવ્યુ હતું.

ચોક્કસ દિવસો અને રૂટ માટે માન્ય રહેતી પરમિટ વિના કોઈને યાત્રા કરવા દેવાશે નહિ. 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલી પંજાબ નેશનલ બેન્ક જમ્મુ એંડ કાશ્મીર બેન્ક તથા યસ બેન્કની નિયત 440 શાખાઓ ખાતે યાત્રાળુઑનું નોધણી કામ થઈ રહ્યું છે. તા 1 જુલાઇએ માસિક શિવરાત્રિના શુભ દિવસે 46 દિવસ લાંબી યાત્રા સંપન્ન થશે.

(12:39 pm IST)