Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

કાશ્મીરમાં પાંચ મહિનામાં ૧૦૧ ત્રાસવાદીનો ખાત્મો

ત્રાસવાદી ગતિવિધિમાં નવા યુવાનોની ભરતી : રાજ્યના સોપિયનમાં સૌથી વધારે ૨૫ આતંકવાદીઓનો ખાત્મો : અવંતિપોરામાં ૧૪ આતંકવાદીનો ખાત્મો થયો

શ્રીનગર, તા. ૨ : કાશ્મીરમાં આતંકવાદીઓના ખાત્મા માટે ઓપરેશન જોરદારરીતે જારી છે. આજ કારણ છે કે, આ વર્ષે હજુ સુધી પાંચ મહિના થયા છે ત્યારે ૧૦૦થી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરીદેવામાં આવ્યો છે. સુરક્ષા દળોના ટાર્ગેટ ઉપર ૧૦૦થી વધુ ત્રાસવાદીઓ આવી ગયા હતા જેમાં ૨૩ વિદેશી આતંકવાદીઓ પણ સામેલ છે. જો કે, મોટી સંખ્યામાં યુવાનો આતંકવાદી ગતિવિધિમાં જોડાઈ રહ્યા છે જે સુરક્ષા સંસ્થાઓની ચિંતામાં વધારો કરે છે. આ વર્ષે ૩૧મી મે સુધી ૧૦૧ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે જેમાં ૨૩ વિદેશી અને ૭૮ સ્થાનિક આતંકવાદીઓ હતા. સૌથી વધુ સોપિયન વિસ્તારમાં આતંકવાદીઓ માર્યા ગયા છે. આ વિસ્તારમાં ૧૬ સ્થાનિક આતંકવાદીઓ સહિત ૨૫ આતંકવાદીઓનો ખાત્મો કરાયો છે. પુલવામામાં ૧૫, અવંતિપોરામાં ૧૪ અને કુલગામમાં ૧૨ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ વર્ષે જે આતંકવાદીઓનો ખાત્મો થયો છે તેમાં અલકાયદા સાથે જોડાયેલા ખતરનાક આતંકવાદી જાકીર મુસાનો સમાવેશ થાય છે. જો કે, દક્ષિણ કાશ્મીરના આ અતિસંવેદનશીલ વિસ્તારમાં યુવાનોના જુદા જુદા જૂથોમાં ત્રાસવાદી સંગઠનમાં શખ્સો સામેલ થયા છે. માર્ચ મહિનામાં ૫૦ યુવાનો આતંકવાદી ગતિવિધિમાં સામેલ થયા છે. સુરક્ષા સંસ્થાઓને આવા નવા આતંકવાદીઓની જરૂ.રી વસ્તુઓ શોધવા માટેના તરીકા લેવાની જરૂ.ર છે. હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓના અન્સાર ગજવાતમાં સામેલ થવાના મામલા વધ્યા છે. ૨૩મી મેના દિવસે લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા હતા. એ ગાળા દરમિયાન જાકીર મુસાનો ખાત્મો કરવામાં આવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે, ઘુસણખોરીમાં પણ વધારો થઇ રહ્યો છે.

(12:00 am IST)