Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

રોજગારી વધારવા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે

નીતિન ગડકરી દ્વારા સંકેત અપાયો

નવી દિલ્હી, તા.૨ : સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન નીતિન ગડકરીએ આજે કહ્યું હતું કે, તેઓ રોજગારીની તકોને વધારવા માટે મુખ્યરીતે કામ કરશે. ગડકરીએ પોતાની જવાબદારી સંભાળી લીધા બાદ આ અંગેની વાત કરી હતી. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની જવાબદારી પણ તેમની પાસે રહેલી છે. મોદી સરકારની પ્રથમ અવધિમાં પણ તેમની પાસે આજ ખાતાઓ હતા. ગડકરીએ પોતાના આવાસ પર પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આગામી દોઢ વર્ષમાં દરરોજ ૪૦ કિલોમીટર સુધીના માર્ગો બિછાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. તેમના મંત્રાલયને કેટલીક મોટી જવાબદારી મળેલી છે. એમએસએમઈ મંત્રાલયની સૌથી મોટી જવાબદારી દેશમાં રોજગારીની તકો વધારવાની રહેલી છે. વડાપ્રધાનની ઇચ્છા છે કે, આ ક્ષેત્રમાં રોજગારમાં વધારો થાય જે હાલમાં સૌથી ઓછા છે. પુરી તાકાત સાથે આ દિશામાં કામ કરવા માટે તેમની ઇચ્છા છે. માર્ગ પરિવહન ખાતાના સંદર્ભમાં વાત કરતા તેમણે કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં કેટલીક બાબતોને પ્રાથમિકતા અપાશે.

(12:00 am IST)