Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોનાની સ્થિતિ જાણવા બિનજરૂરી સીટી સ્કેન કરાવવું જોખમી :એઈમ્સના ડિરેક્ટર ડૉ ગુલેરિયા

એક સિટી-સ્કેન 300 છાતીના એક્સ-રે બરાબર :ખુદને રેડિએશનના સંપર્કમાં લાવવાથી કેન્સર થવાની સંભાવના બમણી

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ ચરમ પર છે. સરકાર દ્વારા શક્ય એટલા તમામ પ્રયત્નો છતાં પણ કોરોના સંક્રમણની રેકોર્ડબ્રેક રફ્તાર યથાવત છે. સમગ્ર દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. એવામાં ગભરાઈને લોકો વિવિધ પ્રકારના ઉપાયો અજમાવવા લાગ્યાં છે, જે ઘાતક સિદ્ધ થઈ શકે છે. આ મામલે એઈમ્સના ડિરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ લોકોની શંકા દૂર કરવાની કોશિશ કરી છે.

ડૉ ગુલેરિયાએ જણાવ્યું કે, આજકાલ લોકો કોરોનાની સ્થિતિ જાણવા માટે બિનજરૂરી સિટી સ્કેન કરાવી રહ્યાં છે. જ્યારે સિટી સ્કેનની જરૂરિયાત ના હોવા છતાં પણ લોકો કરાવીને ખુદના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. સિટી સ્કેનમાં તમે ખુદને રેડિએશનના સંપર્કમાં લાવી રહ્યાં છે. જેના કારણે કેન્સર થવાની સંભાવના બમણી થઈ જાય છે.

સિટી-એસસીએન અને બાયોમાર્કરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય લક્ષણો હોવા પર સિટી-સ્કેન કરાવવાથી કોઈ ફાયદો નથી. એક સિટી-સ્કેન 300 છાતીના એક્સ-રે બરાબર છે. જે ખૂબ જ હાનિકારક છે.

એઈમ્સ ડિરેક્ટરે જણાવ્યું કે, સ્ટેરૉઈડ ઘરમાં સારવાર કરાવી રહેલા લોકો ના લે. મધ્યમ લક્ષણો ધરાવતા લોકોને જ સ્ટેરૉઈડ આપવામાં આવે છે. મૉડરેટ બીમારીમાં ત્રણ પ્રકારે સારવાર થાય છે. સૌ પ્રથમ ઑક્સિજન આપો, એક્સિજનની દવા પણ છે. જે બાદ સ્ટોરૉઈડ આપી શકો છો. હોમ આઈસોલેશનમાં રહેલા લોકો પોતાના ડોક્ટરના સંપર્કમાં રહે. સેચુરેશન 93 કે નેતાની નીચે જઈ રહ્યું છે. બેભાન જેવી સ્તિતિ છે. છાતીમાં દુ:ખાવો ઉપડી રહ્યો છે, તો તાત્કાલીક ડૉક્ટરનો સંપર્ક કરો.

ડૉ ગુલેરિયાના જણાવ્યા મુજબ, જો તમે કોરોના પોઝિટિવ છો, પરંતુ તમને શ્વાસ લેવામાં કોઈ સમસ્યા નથી થઈ રહી, તમારુ ઑક્સિજન લેવલ સામાન્ય છે અને તાવ પણ નથી આવી રહ્યો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. CT Scan For Corona Patients

પોઝિટિવ દર્દીઓએ વધારે દવા ના લેવી જોઈએ, આ દવાઓ આડઅસર પણ કરી શકે છે અને દર્દીનું સ્વાસ્થ્ય બંગડી શકે છે. લોકો વારંવાર લોહીની તપાસ કરાવે છે, ત્યારે જ્યાં સુધી ડોક્ટર ના કહે, ત્યાં સુધી તમારી મેળે આ બધુ ના કરવું જોઈએ. આમ કરવાથી બિનજરૂરી ચિંતાઓ ઉભી થાય છે.

(7:57 pm IST)