Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

લોકતંત્રની કમાલ: માટીના ઘરમાં રહેતા મજૂરની પત્ની -ભાજપના ઉમેદવાર ચંદના બાઉરીની જીત

સાલતોરા બેઠક પર ચંદના બાઉરીએ વિરોધી ઉમેદવાર સંતો મંડલને હરાવીને વિજય મેળવ્યો

કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપની ટિકિટ પર સાલતોરા બેઠક પરથી ચૂંટણી લડનાર ચંદના બાઉરી ચર્ચાનો વિષય બની છે. રાજ્યમાં ભાજપ ભલે તૃણમૂલ કોંગ્રેસ સામે હારી ગયું હોય, પરંતુ સાલતોરા બેઠક પર ચંદના બાઉરીએ વિરોધી ઉમેદવાર સંતો મંડલને હરાવીને વિજય પ્રાપ્ત કર્યો છે.

ભાજપ નેતા સુનિલ દેવધરે ટ્વીટ કરીને જણાવ્યું કે, ચંદના બાઉરીની  જિંદગીભરની જમા પૂંજી માત્ર 31,985 રૂપિયા જ છે. તે સામાન્ય ઝૂંપડીમાં રહે છે અને ગરીબ મજૂરની પત્ની છે. ચંદના અનુસુચિત જાતિથી આવે છે અને તેની પાસે માત્ર 3 બકરી અને 3 ગાય જ છે.

ચંદના બાઉરીનો આ વિજય એવી મહિલાઓને પ્રેરિત કરવાની છે, જે ગરીબ પરિવાર સાથે સબંધ ધરાવે છે. તેમણે આ બેઠક પર જીત મેળવીની સાબિત કરી દીધુ કે, જીતવા માટે કોઈ પાર્ટીના પરિવારના સભ્ય, અમીર હોવું કે મોટી લાગવગ હોવું જરૂરી નથી. તેમના આ ઐતિહાસિક વિજયથી અનેક મહિલાઓને પ્રેરણા મળશે.

ચંદના બાઉરીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ટિકિટની જાહેરાત પહેલા મને ખ્યાલ જ નહતો કે મને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે. અનેક લોકોએ મને ઑનલાઈન રજિસ્ટ્રેશન માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરી, પરંતુ મને નહતો ખ્યાલ કે હું આ ઉપલબ્ધિ હાંસલ કરી શકીશ

 

ચંદના બાઉરીએ પોતાના સોગંધનામા ભરવા સમયે ચૂંટણી પંચના શપથપત્ર આપ્યું હતું. જેમાં તેમણે પોતાના બેંક ખાતામાં માત્ર 6,335 રૂપિયા હોવાની વાત કહી હતી. આટલું જ નહીં, તેમના પતિના ખાતામાં પણ માત્ર 1,561 રૂપિયા જમા છે. શપથપત્ર મુજબ, તેમની કુલ સંપત્તિ માત્ર 31,985 રૂપિયા જ છે.

જ્યારે ચંદનાના પતિ મજૂર છે અને તેઓ જ પરિવારનું ભરણપોષણ કરે છે. તેમની પાસે કોઈ પણ પ્રકારની ખેતીલાયક જમીન નથી. ચંદનાએ ધોરણ 12માં સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે તેના પતિ માત્ર 8મું ધોરણ ભણેલા છે

  અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ અને લોકો દ્વારા ટ્વીટર પર ચંદનાને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ખુદ વડાપ્રધાન પર ચૂંટણી પ્રચાર દરમિયાન ચંદનાના નામનો ઉલ્લેખ કરી ચૂક્યાં છે

(7:51 pm IST)