Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ગુગલ ભૂકંપ એર્લટ ફીચર અન્ય દેશોમાં પણ લોન્ચ કરશેઃ ભારત અંગે જાહેરાત નહીં

નવી દિલ્હી તા. ૩: ગત અઠવાડીયે આસામમાં સતત આવેલ ભૂકંપના આંચકાઓથી લોકોમાં ડર બેસી ગયો છે. આજે ટેકનોલોજી ખુબજ વિકસીત થઇ છે પણ ભૂકંપ વિશે હજુ સચોટ માહિતી ખુબજ ઓછી મળે છે.

તેવામાં ટેકનો કંપની ગુગલે જાહેરાત કરી છે કે તે ભૂકંપ એલર્ટનું ફીચર ટૂંક સમયમાં વધુ કેટલાક દેશોમાં શરૂ કરશે. ગુગલ એન્ડ્રોઇડ યુઝર્સને આ ફીચર આપશે જયારે આઇઓએસ અંગે કોઇ ખુલાસો કરાયો નથી. ગુગલે અમેરિકાના કેટલાક વિસ્તારો માટે ભૂકંપ એલર્ટનું ફીચર શરૂ કરેલ. ત્યારબાદ ગ્રીસ અને ન્યુઝીલેન્ડમાં પણ ફીચર ચાલુ કર્યું છે. એન્ડ્રોઇડ યુઝર્સને ભૂકંપ ફીચર ઓન-ઓફ કરવાનો વિકલ્પ મળશે ગત વર્ષે વોશીંગ્ટનમાં લોકોને ભૂકંપ એલર્ટ ગુગલ દ્વારા મળેલ.

(3:41 pm IST)