Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોનાના કારણે એપ્રિલમાં ઘટી પેટ્રોલ ડીઝલની માંગ જો કે રાંધણગેસની માંગમાં થયો વધારો

નવી દિલ્હી, તા.૩: કોરોના વાયરસની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે અને તેના લીધે દેશના કેટલાય ભાગોમાં લોકડાઉન અને નાઇટ કર્ફયુ જેવા પ્રતિબંધો લગાવાઇ રહયા છે. તેના કારણે એપ્રિલમાં ઓઇલના વેચાણમાં ઘટાડો થયો છે. ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ (બીપીસીએલ)ના માર્કેટીંગ અને રીફાઇનરીઝના ડાયરેકટર અરૂણસિંહ અનુસાર એપ્રિલ ૨૦૨૧માં ઓઇલની માંગ એપ્રિલ ૨૦૧૯ની સરખામણીમાં ૭ ટકા ઘટી છે. ગયા વર્ષે લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધીઓ લગભગ બંધ હતી. જેના લીધે ઓઇલના વેચાણની ગયા વર્ષ સાથે સરખામણી કરવામાં સાચી તસ્વીર સામે નહીં આવે. ફલાઇટો પણ પુરી ક્ષમતા સાથે નથી ઉડી રહી એટલે તેના ઓઇલનું વેચાણ પણ ઘટયું છે. જો કે રસોઇ ગેસની વાત કરીએ તો માર્ચ ૨૦૨૧ કરતા એપ્રિલ ૨૦૨૧માં ૩.૩ ટકા જેટલું વેચાણ ઘટયું છે પણ એપ્રિલ ૨૦૧૯ની સરખામણીમાં ૧૧.૬ ટકા વધ્યું છે.

(3:41 pm IST)