Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ભારતમાં જુલાઇ સુધી રસીની અછત ચાલુ રહેશેઃ પૂનાવાલા

લંડન, તા.૩: ભારતમાં એક બાજુ કોરોનાવાઇરસ મહાબીમરીના કેસ વધી રહયાની ચિંતા છે તો બીજી બાજુ આ રોગપ્રતિરોધક રસીની અછતની સમસ્યા પણ સતાવી રહી છે. આ કટોકટી વચ્ચે સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના ચીફ એકિઝકયૂટિવ ઓફિસર અદર પૂનાવાલાએ કહયુ છે કે ભારતમાં રસીની અછત જૂલાઇ સુધી ચાલુ રહેશે. આ અછતને કારણે મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અનેક રાજયોમાં ૧૮-૪૪ વર્ષની ઉપરના લોકોને રસી આપવાની કામગીરી વિલંબમાં પડી  છે, જેનો આરંભ કેન્દ્ર સરકારે નિશ્ચિત કરેલી તારીખ મુજબ ૧મે થી શરૂ થવી જોઇતી હતી.

ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેલા મુજબ, સીરમ ઇન્સ્ટિટયૂટ નિર્મિત કોવિશીલ્ડ રસીના ડોઝનું ઉત્પાદન જુલાઇમાં વધારવામાં આવશે. હાલ દર મહિને ૬-૭ કરોડ ડોઝ બનાવવામાં આવે છે, તે વધારીને આશરે ૧૦ લાખ ડોઝ કરાશે. પૂનાવાલાએ એવો આક્ષેપ કર્યો છે કે દેશમાં રસીની અછતના મુદે નેતાઓ અમને ખોટી રીતે બદનામ કરે છે. આ કટોકટી માટે અમારી કંપની નહીં, પણ સરકારની નીતિ જવાબદાર છે.

(3:38 pm IST)