Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ખાતેદારના એકાઉન્ટ્સને આડેધડ ફ્રીઝ કરવાનું બેંકો બંધ કરે

સિનિયર સિટીઝન, પેન્શનર્સ સહિતના લોકોના ખાતા સ્થગિત થતા હોવાથી વધી રહેલી બૂમરાણ

નવી દિલ્હી,તા. ૩: કે.વાય.સી (નો યોર કસ્ટમર્સ)ના દસ્તાવેજો અપડેટ ન કરી રહેલા બેન્ક ખાતેદારોના ખાતાએ સ્થગિત-ફ્રીઝ કરી દેવાની બેન્કોની પ્રવૃત્ત્િ। સામે વિરોધનો વંટોળ ઊઠી રહ્યો છે. સામાન્ય ખાતેદારોને પણ કરચોર ગણી લઈને દસ્તાવેજો અપડેટ ન કર્યા હોવાથી તેમના ખાતા સ્થગિત કરી દેવાની પ્રવૃત્ત્િ।થી ખાતામાં જમા પડેલા તેમના નાણાં ઉપાડી ન શકાતા હોવાથી ખાતેદારો નારાજ છે. મોટી કેપનીઓ સેંકડો અને હજારો બોગસ બેન્ક એકાઉન્ટ્સ ખોલાવીને કરોડોના કૌભાંડ કરી લે છે તેની સામે બેન્કર્સ કોઈ જ નક્કર પગલાં લેતા નથી તેથી આ નારાજગી વધારે તીવ્ર બની છે. કોરોનાની મહામારીમાં ઘણાં ખાતેદારો તેમના પાનકાર્ડ નંબર, આધારકાર્ડ અને રહેઠાણ કે ઓફિસના સરનામાઓના દસ્તાવેજો સમયસર રજૂ કરી ન શકયા હોવાથી આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

બેન્કર્સ પગારદારો, પેન્શન મેળવનારાઓ અને માત્ર વ્યાજની આવક પર જ નભતા સિનિયર સિટીઝન્સના ખાતાઓ પણ સ્થગિત કરી રહી હોવાથી આ રીતે બેન્ક એકાઉન્ટ એટેચ કરી દેવાની માનસિકતા ઉચિત નથી. ખાતાધારકને જાણ કર્યા વિના જ બેન્કો તેમના ખાતાને એટેચ કરી દેતા હોવાથી ખાતેદારો ચેક કરે છે. કોઇએ પગાર ચૂકવવા માટંના ઇસીએસ આપ્યા હોય તો તેવા સંજોગોમાં તેના કર્મચારીઓના પગાર પણ સમસસર થઈ શકતા નથી, આ સંજોગોમાં જે તેમની પરેશાની વધી જતાં વિરોધ વધી રહ્યો છે. કોરોનાના કાળમાં પૈસાની તાતી જરૂર હોય ત્યારે પણ બેન્ક એકાઉન્ટ સ્થગિત કરી દઈને આકરી સજા કરવામાં આવી રહી છે. કે.વાય.સી. અપડેટ કરવા માટે ખાતાધારકોને યોગ્ય સમય મળે તે માટે આપવાની થતી નોટિસ આપ્યા વિના જ તેમના ખાતાઓ સ્થગિત કરી દેવામાં આવ્યાછે. એકવારખાતું ખોલાવતી વખતે આપેલા કે.વાય.સી.ના દસ્તાવેજો તેમણે માત્ર ફરીથી રજૂ કરવાના હોય છે. આ કોઈ મોટી સમસ્યા નથી. જૂના દસ્તાવેજો તેમની પાસે મોજૂદ હોય જ છે. તેમ છતાંય ઇશ્યૂ કરી દે છે. આ ચેક બાઉન્સ થાય છે ત્યારેજતેમને આ આઘાતજનક હકીકતની જાણ થાય છે. આ રીતે ખાતેદારોને ચેક રિટર્નની પેનલ્ટી પણ ચૂકવવી પડી રહી  છે. આપ્રકારના કિસ્સાઓમાં ચેક રિટર્નના ચાર્જ માફ કરી દેવાવા જોઈએ. તદુપરાંત ખાતેદારને જાણ કર્યા વિના જ એકાઉન્ટ ફીઝ કરી દેતા બેન્ક ઓફિસર્સ સામે પગલાં લેવાવા જોઈએ. કોઈખાતેદારે લોન લીધી હોય તો તેના ચેક કે ઇસીએસ રિટર્ન થાય તો તે બેન્કના ડિફોલ્ટર બની જાય તેવો પણ ખતરો રહેલો છે. તેને માટે ખાનગી બેન્કો તો અતિશય મોટી રકમની પેનલ્ટી ખાતેદારે ફ્રોડ કર્યા હોય તે સિવાયના ખાતેદારોના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ પણ કરાવા ન જોઈએ. સરકારની મહેસૂલી આવક પર દેખરેખ રાખતા અધિકારીઓ કે અન્ય કોઈ તપાસ એજન્સીઓ કે કોર્ટ તરફથી સંબંધિત વ્યકિતએ ફ્રોડ કર્યો હોવાની સૂચના સાથે તેના એકાઉન્ટ શ્ીઝ કરવાની સૂચના ન આવે ત્યાં સુધી તેમના એકાઉન્ટ ફ્રીઝ ન કરવા જોઈએ તેવી પણ  ખાતેદારોની માગણી છે.

સેન્ટ્રલ રજીસ્ટ્રીમાં તમામ પુરાવાઓ પડ્યા જ હોય છે

સેન્ટ્રલ રજિસ્ટ્રી સિકયુરિટાઈઝેશન એસેટ રિકન્સ્ટ્રકશન એન્ડ સિકયોરિટીની રચના કરવામાં આવેલી છે. આ રજિસ્ટ્રીમાં એકત્રિત થયેલા ઓળખના પુરાવાઓનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે. કે.વાય.સી.ને નામે બેન્કના ખાતેદારોને હેરાન ન કરવામાં આવે તેવા ગણિતો સાથે આ રજિસ્ટ્રી તેયાર કરવામાં આવી હતી. દસમી માર્ચે સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબીએ પણ એક પરિપત્ર કરીને તમામ ઇન્ટરમિડિયરીઝને તેમના કલાયન્ટસ સીકેવાયસીનો નંબર આપે તો તેમના કે.વાય.સી.ના દસ્તાવેજો ડાઉનલોડ કરી દેવાના હોય છે, આ કામગીરી કરીનેપણ ખાતેદારોના કે.વાય.સી. મેળવી શકાય છે. તેને આધારે રજિસ્ટ્રીમાંથી ડોકયુમેન્ટ આસાનીથી મેળવી શકાય છે.

વિડિયો કોલ કરી ઓળખ પાકી કરી શકાય

રિઝર્વ બેન્કના જ નિયમ મુજબ સામાન્ય ખાતેદારને લો રિસ્ક કેટેગરીમાં મૂકવામાં આવે છે. આ ખાતેદારોના કે,વાય.સી, ૮થી ૧૦ વર્ષે એક જ વાર અપડેટ કરવાના હોય છે. પર હાઈરિસ્ક, મિડિયમ રિસ્ક કે પછી મોડરેટ કે લો રિસ્ક એકાઉન્ટ હોલ્ડર્સના સંદર્ભમાં રિઝર્વ બેન્કે કોઈ જ ગાઈડલાઈન ઇશ્યૂ કરેલી નથી. તેથી દરેક બેન્ક પોતાને મનફાવે તે રીતે એકાઉન્ટ સ્થગિત કરી રહી છે. લો રિસ્કની કેટેગરીમાં આવતા મોટી સંખ્યામાં ખાતેદારોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. બેન્ક અધિકારીઓ ખાતેદારના પાછલા રેકોર્ડને જોયા વિના જ આ પગલાં લઈ રહ્યા છે. કોરોનાના આ કાળમાં તેઓ ડિજિટલ આઈડી મંગાવી શકે તેવો પણ વિકલ્પ છે. પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. ડિજિટલ ઓળખમાં ગેરરીતિ થવાની. સંભાવના હોય તો વિડીયો આધારિત કસ્ટમર્સ આઈડેન્ટિફિકેશન કરી શકે છે. દસ્તાવેજો ઓનલાઈન મંગાવીને પણ ઓળખ પાક્કી કરી શકાય છે. પરંતુ બેન્ક અધિકારીઓને આ જફા કરવી જ નથી.

તેઓ ખાતેદારને બરાબર સમજયા વિનાજ તેમના એકાઉન્ટ ફીઝ કરી રહ્યા છે. કોરોનાના કાળમાં સિનિયર સિટીઝન્સ, પેન્શનર્સ અને ૫૦થી મોટી વયના પગારદારોને બેન્કના ધક્કા ખાવાની ફરજ પાડી રહ્યા છે.

(3:38 pm IST)