Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ટ્રાફીકના અભાવે ૧લી મેથી ૧૨૪ એકસપ્રેસ ટ્રેન રદ્દ કરાઈઃ ૨૫ ઓકસીજન ટ્રેનો દોડી રહી છે

નવી દિલ્હી, તા. ૩ :. દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન લાગવાને કારણે અને લોકો બહાર બહુ ઓછા નીકળી રહ્યા હોય, રેલ્વે તંત્રે માત્ર એક અઠવાડિયામાં ૧૨૪ જેટલી વિશેષ મેલ - એકસપ્રેસ ટ્રેનો બંધ કરી દીધી છે. સાધનોએ ઉમેર્યુ હતુ કે ૨૫ એપ્રિલ સુધી દરરોજ ૧૫૧૪ મેલ એકસપ્રેસ ટ્રેનો દોડતી હતી પરંતુ ૧ લી મેથી આ સંખ્યા ૧૩૯૦ રહી છે રેલ્વે તંત્ર વધુ મુસાફરોવાળા રૂટ ઉપર ૩૭૦ વિશેષ ઉનાળુ સ્પેશીયલ ટ્રેન ચલાવી રહ્યુ છે, જ્યાં વધુ મુસાફરો છે તેવા રૂટ ઉપર વધુને વધુ ટ્રેનો દોડવાઈ રહી છે.

દરમિયાન રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ સુનીલ શર્માએ જણાવ્યુ હતુ કે આજ સુધીમાં ૨૫ ઓકસીજન એકસપ્રેસ ટ્રેન દ્વારા ૫૬ ઓકસીજન ટેન્કર દેશના વિવિધ ભાગોમાં પહોંચાડયા છે.

(12:55 pm IST)