Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

જીએસટી રિટર્નની લેટ ફી નહી લેવાય

નવી દિલ્હી,તા.૩:  સરકારે જીએસટીના માર્ચ અને એપ્રિલ મહિનાના માસિક જીએસટીઆર-૩બી ફાઇલિંગના રિટર્નમાં વિલંબ માટે લેટ ફી નહીં લેવાનું નક્કી કર્યું છે અને લેટ ફાઇલિંગ કરનારાઓ માટે વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે.

પાંચ કરોડ રૂપિયાથી વધારે ટર્નઓવર ધરાવતા કરદાતાઓને તેના જીએસટીના માસિક રિટર્ન ફાઇલ કરવા અને ટેકસ ભરવા માટે વધુ ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ ૧૫ દિવસ માટે તેમણે ૯ ટકાના ઓછા દરે વ્યાજ લેવામાં આવશે અને ત્યાર બાદ ૧૮ ટકાના દરે વ્યાજ લેવામાં આવશે. અગાઉના નાણાકીય વર્ષમાં જેમનું ટર્નઓવર પાંચ કરોડ રૂપિયા સુધીનું હોય તેમને માર્ચ અને એપ્રિલ મહિનાના રિટર્ન ફાઇલ કરવા માટે વધુ ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે આ સમય માટે તેમણે લેટ ફી નહીં ચૂકવવી પડે. આ સમયગાળા બાદ તેમણે ૯ ટકા અને ૩૦ દિવસ બાદ ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે.

સીબીડીટી દ્વારા પહેલી મેના રોજ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતુું. આ છૂટછાટ ૧૮ એપ્રિલથી અમલમાં આવી છે.

એપ્રિલ સેલ્સ ટેકસ રિટર્ન જીએસટીઆર-૧ની તારીખ પણ ૧૧મી મેથી લંબાવીને ૨૬મે કરવામાં આવી છે.

(9:55 am IST)