Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

માતાને તડપતી જોઈને મોઢાથી ઓકસીજન આપવા લાગી પુત્રીઓ

હોસ્પિટલમાં સ્ટ્રેચર ઉપર જ ઓકિસજનની અછતના કારણે માતાને તડપતી જોઈને : દીકરીઓથી રહેવાયું નહીં અને જીવ જોખમમાં મુકીને મોંઢાથી ઓકસીજન આપવા લાગી હતી

બહરાઈચ,તા.૩ : ઉત્ત્।ર પ્રદેશના બહરાઈચમાં ઓકસીજનની કમીનો ભયંકર મંજર જોવા મળી રહ્યો છે. અહીં જિલ્લા હોસ્પિટલમાંથી એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થયો છે અહીં એક બીમાર માતાને તેની પુત્રીઓએ મોંઢાથી ઓકસીજન આપી રહી છે.

કોવિડ-૧૯ના બીજા ચરણમાં દેશમાં ઓકસીજનની કમીના પગલે કોરોના દર્દીઓની કેવી કફોડી હાલત થાય છે તે આ વીડિયોમાં ચોખ્ખું દેખાય છે. બઈરાઈચમાં ઓકસીજનની કમી કોઈ નવી વાત નથી પરંતુ જિલ્લા હોસ્પિટલમાં ઓકસીજનની કમીને પુરા કરવા માટે દર્દીના સ્નેહીજનો આગળ આવી રહ્યા છે.

હવે તે પોતાના પરિવારજનોને ઓકસીજનની કમીથી તપડતા જોઈને તેમનાથી રહેવાયું નહીં. ત્યારબાદ જીવ જોખમમાં મુકીને માતાને મોંઢાથી ઓકસીજન આપવા લાગી હતી. આ વીડિયો વાયરલ થતાં જ હોસ્પિટલની ઈમર્જન્સીની કથડેલી હાલત જોવા મળી હતી. જેમાં બીમાર માતાને પુત્રીઓ મોંઢાથી ઓકસીજન આપી રહી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ગઇ કાલે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૩,૯૨,૪૮૮ નવા કોરોનાના કેસો નોંધાયા છે. જયારે કોરોનાને કારણે ૩૬૮૯ લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે ૩,૦૭,૮૬૫ લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. આ સામે અત્યાર સુધીમાં કુલ ૧૫,૬૮,૧૬,૦૩૧ લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઇ કાલે સવારે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૯૨,૪૮૮ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. શનિવાર કરતા આ પ્રમાણમાં ઓછા છે. શનિવારે ચાર લાખથી વધુ નવા કેસ મળી આવ્યા હતા. જોકે, રવિવારે સક્રિય કેસ ૩૩ લાખને પાર કરી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન, કોરોનાને કારણે રેકોર્ડ ૩૬૮૯ લોકો મૃત્યુ પામ્યા છે.

ગઇ કાલે કોરોનામાં ૩ લાખ ૯૨ હજાર ૪૮૮ નવા કેસો આવવાની સાથે દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૧,૯૫,૫૭૪૫૭ થઈ ગઈ છે. એ જ રીતે, વધુ ૩૬૮૯ લોકોનાં મોત સાથે, મૃત્યુનો આંક વધીને ૨,૧૫,૫૪૨ પર પહોંચી ગયો છે.

(9:54 am IST)