Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

વૈજ્ઞાનિકો ડર્યાઃ આપી ચેતવણી

એમેઝોનના જંગલોમાં મળી આવેલો એક વાયરસ સૌથી મોટી મહામારી લાવી શકે છે

બ્રાજીલના માનૌસ સ્થિત ફેડરલ યૂનિવર્સિટી ઓફ અમેઝોનાસના બાયોલોજિસ્ટ માર્સેલો ગોર્ડો અને તેમની ટીમએ કૂલરની અંદરથી ત્રણ પાઇડ ટૈમેરિન વાંદરાની સડેલી લાશ મળી હતી

રિયો ડી જેનેરિયો, તા.૫: કોરોના મહામારીએ આખી દુનિયામાં કહેર વર્તાવ્યો છે. પરંતુ હવે દુનિયાની સમક્ષ તેનાથી પણ મોટી મહામારીનો ખતરો પેદા થઇ ચૂકયો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અમેઝોનના જંગલોમાં મળી આવેલો એક વાયરસ અત્યાર સુધી સૌથી મોટી મહામરી લાવવાની તાકાત ધરાવે છે.

બ્રાજીલના માનૌસ સ્થિત ફેડરલ યૂનિવર્સિટી ઓફ અમેઝોનાસના બાયોલોજિસ્ટ માર્સેલો ગોર્ડો અને તેમની ટીમએ કૂલરની અંદરથી ત્રણ પાઇડ ટૈમેરિન વાંદરાની સડેલી લાશ મળી હતી. જેને ફિયોક્રોઝ અમેઝોનિયા બયોબેંક મોકલવામાં આવે હતી. અહીં જીવ વિજ્ઞાની અલેસાંડ્રા નાવાએ વાંદરાના સેમ્પલથી પેરાસિટિક વોર્મ્સ, વાયરસ અને અન્ય સંક્રમણ એજન્ટ્સની શોધ કરી. અલેસાંડ્રાએ જણાવ્યું હતું કે માનૌસ અને બ્રાજીલમાં એક ખતરો મંડરાઇ રહ્યો છે યોડા-ફેસ્ડ પાઇડ ટૈમરિન વાંદરાથી. આ વાંદર બ્રાજીલમાં મળી આવે છે. આ પ્રજાતિના વાંદરાથી આ વાયરસ મળ્યો છે, જે એકદમ સંક્રમક છે. આ વાયરસ કોરોના મહામારીથી પણ ખતરનાક મહામારી લાવવાની તાકાત ધરાવે છે.

સાયન્સ જર્નલના અનુસર અલેસાંડ્રા અને તેમની ટીમ વધુ એક વાયરસને લઇને ચિંતિત છે. આ વાયરસનું નામ છે માયારો વાયરસ. આ વાયરસ અત્યારે ઝડપથી દક્ષિણ અમેરિકી દેશોમાં ફેલાઇ રહ્યો છે. તેનાથી સંક્રમણથે ફ્લૂ જેવા લક્ષણ જોવા મળે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જો કોઇ માણસને સંક્રમિત કરે છે તો ડોકટરને તે શોધવામાં મુશ્કેલી થશે કે આ માયોરા વાયરસ છે, અથવ દર્દીઓને ચિકનગુનિય અથવા ડેંગૂ થયો છે. કારણ કે વાયરસ સતત શરીરન પ્રતિરોધક ક્ષમતાને દગો આપે છે. અલેસાંડ્રાએ કહ્યું કે બ્રાજીલમાં આગમી સૌથી મોટો માયારો વાયરસની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રાજીલના માનૌસના ચારેય તરફ અમેઝોનના જંગલ છે. ઘણા સો કિલોમીટર સુધી ફેલાયેલ છે. માનૌસમાં ૨૨ લાખ લોકો રહે છે. દુનિયાભરમાં હાલ ૧૪૦૦ ચામાચિડીયાને પ્રજાતિઓમાંથી ૧૨ ટકા ફકત અમેઝોન જંગલમાં રહે છે. આ ઉપરાંત વાંદરા અને ઉંદરની ઘણી એવી પ્રજાતિઓ પણ રહે છે. જેના પર વાયરસ પેથોજેન્સ અને બેકટેરિયા અથવા પૈરાસાઇટ રહે છે. આ ગમેત્યારે માણસોમાં આવીને મોટી મહામારીનું રૂપ લઇ શકે છે. માનૌસમાં કોરોના વાયરસના બે મોટી ખતરનાક લહેર આવી ચૂકી છે. જેના લીધે આ શહેરમાં અત્યાર સુધી ૯૦૦૦ લોકોના મોત થયા છે.

(9:53 am IST)