Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

IPL -2021 : પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સનો શાનદાર વિજય :શિખર ધવને 69 રન ફટકાર્યા

મયંક અગ્રવાલે કેપ્ટનશીપ સંભાળી -99 રન કરી નર્વ્સ નાઇટીનો શિકાર : કાગીસો રબાડાએ 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ ઝડપી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જે મેચમાં પંજાબને દિલ્હીએ હરાવી દીધુ હતુ. દિલ્હી કેપિટલ્સના ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. કેએલ રાહુલની તબિયત લથડતા તેની ગેરહાજરીમાં મયંક અગ્રવાલે કેપ્ટનશીપ સંભાળી હતી.

પંજાબે રમતની શરુઆત ધીમી કરી હતી. મંયક અગ્રવાલે 99 રન કર્યા હતા. 20 ઓવરના અંતે 6 વિકેટે 166 રન કર્યા હતા. લક્ષ્‍યાંકનો પીછો કરતા શિખર ધવનની ફીફટી સાથે દિલ્હીએ 17.4 ઓવરમાં 167 રન કરીને 7 વિકેટે જીત મેળવી હતી.

 

લક્ષ્‍યાંકનો પીછો કરતા દિલ્હીએ સારી શરુઆત કરી હતી. પૃથ્વી શો અને શિખર ધવને 6 ઓવરમાં 63 રન કર્યા હતા. ઓપનર શિખર ધવને સિઝનમાં વધુ એક શાનદાર ઈનીંગ રમી હતી. તેણે 47 બોલમાં 689 રન અણનમ કર્યા હતા. પૃથ્વી શો 22 બોલમાં 39 રન કરીને આઉટ થયો હતો. સ્ટીવ સ્મિથે 22 બોલમાં 24 રન કર્યા હતા. કેપ્ટન ઋષભ પંતે 11 બોલમાં 14 રન કર્યા હતા.

રિલે મેરેડિથે 3.4 ઓવર કરીને એક વિકેટ ઝડપીને 35 રન આપ્યા હતા. મહંમદ શામીએ 3 ઓવર કરીને 37 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈએ 4 ઓવર કરીને 42 રન આપ્યા હતા. ક્રિસ જોર્ડને 2 ઓવર કરીને 21 રન આપી એક વિકેટ ઝડપી હતી. હરપ્રિત બ્રારે 3 ઓવર કરીને 19 રન આપીને એક વિકેટ ઝડપી હતી. દિપક હુડ્ડાએ 2 ઓવર કરી 11 રન આપ્યા હતા.

 

કેએલ રાહુલની ગેરહાજરીમાં કેપ્ટન મયંક અગ્રવાલ એક રન માટે શતક ચુક્યો હતો. તેણે 58 બોલમાં અણનમ 99 રન કર્યા હતા. પ્રભસિમરીન સિંઘ 12 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ક્રિસ ગેઈલે 13 રન કરીને વિકેટ ગુમાવી હતી. ડેવિડ મલાન 26 રન કર્યા હતા. દિપક હુડ્ડાએ એક રન કર્યા હતા. શાહરુખ ખાને 4 રન કર્યા હતા. ક્રિસ જોર્ડને 2 રન કર્યા હતા. હરપ્રિત બ્રારે 4 રન કર્યા હતા.

 

કાગીસો રબાડાએ 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આવેશ ખાને 4 ઓવરમાં 39 રન આપીને એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 21 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્માએ 4 ઓવરમાં 37 રન આપ્યા હતા. લલિત યાદવે 3 ઓવર કરીને 25 રન આપ્યા હતા.

(9:59 am IST)