Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કેરળમાં ડાબેરી પાર્ટીએ ઇતિહાસ રચીને 40 વર્ષની પરંપરાને તોડી નાંખી :ડાબેરી ગઠબંધને ચાર દાયકાનો ઇતિહાસ બદલ્યો

LDF કોંગ્રેસના નેતૃત્વ હેઠળનાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ને હરાવીને સત્તા ફરીથી મેળવી

નવી દિલ્હી : કેરળમાં ડાબેરી પાર્ટીએ ઇતિહાસ રચીને 40 વર્ષની પરંપરાને તોડી નાંખી છે. કેરલમાં ચાર દશકામાં સત્તાધારી પાર્ટી ક્યારેય બીજી વખત ચુંટણી જીતી શકી નથી, આ વખતે ડાબેરી ગઠબંધન (LDF)એ સરકાર રચીને ચાર દશકાઓના ઈતિહાસને બદલી નાંખ્યો છે. કેરળમાં છેલ્લે 1980માં થયેલી વિધાન સભા ચુટણીમાં કેરળમાં શાસક પક્ષને હારનો સામનો કરવો પડતો હતો અને વિપક્ષ પાંચ વર્ષ પછી સત્તામાં પરત ફરતો રહ્યો છે.

જોકે, આ વખતે LDF કોંગ્રેસના નેતૃત્વ હેઠળનાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ને હરાવીને સત્તા ફરીથી મેળવી છે. 2016 ની વિધાનસભાની ચૂંટણીમાં કેરળમાં એક બેઠક જીતનાર ભારતીય જનતા પાર્ટી આ વખતે પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. અત્યાર સુધીના વલણો મુજબ, કુલ 140 બેઠકોમાંથી LDF 96 બેઠકો પર આગળ છે જ્યારે UDF 42 બેઠકો પર આગળ છે. બે બેઠકો અન્ય પક્ષોના ખાતામાં ગઇ છે.

રાજ્યનાં મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયન આ વખતે પોતાની કેબિનેટ ટીમ પસંદ કરવામાં અનુભવીઓની અછત અનુભવશે, હકીકતમાં, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) એ આદર્શ નિયમ બનાવ્યો હતો કે, જેમની પાસે સતત બે ટર્મનો અનુભવ છે, તેઓએ આ વખતે ચૂંટણી લડવાની નથી.

(12:00 am IST)