Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

તૃણમૂલ છોડીને ભાજપમાં આવેલાઓને પ્રજાએ નકારી કાઢ્યા: ભાજપના આવા મોટાભાગના ઉમેદવારો હારી ગયા: પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ

ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળ પરદેશના પ્રમુખ શ્રી દિલીપ ઘોષે કહ્યું છે કે મને લાગે છે કે લોકોએ તૃણમૂલ કોંગ્રેસમાંથી આવેલા લોકોને ભાજપમાં સ્વીકાર્યા નથી. કારણ કે આવા મોટાભાગના ઉમેદવારો ચૂંટણી હારી ગયા છે.

 તેમણે કહ્યું, "અમને આવા ચૂંટણી પરિણામોની કોઈ આશા નહોતી. લોકો તરફથી આપેલા વલણો અને પ્રતિસાદ અલગ હતા. પરંતુ અમે પરિણામો સ્વીકારીએ છીએ અને અમે સકારાત્મક વિરોધ પક્ષની ભૂમિકા ભજવીશું."

દિલીપ ઘોષે ધ્યાન દોર્યું હતું કે ભાજપનું લક્ષ્ય સરકાર બનાવવાનું હતું, આમછતાં  બેઠકોની સંખ્યાના સંદર્ભમાં પાર્ટીની સ્થિતિમાં સુધારો થયો છે.

(12:00 am IST)