Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ભાજપને મહિલાના અપમાનનો જવાબ મળ્યો : અખિલેશ યાદવ

બંગાળની જીત પર અખિલેશની પ્રતિક્રિયા : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની જીત વિપક્ષ માટે કોઇ ઓક્સિજનથી કમ નથી : અરવિંદ કેજરીવાલે પણ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, તા. : પશ્વિમ બંગાળમાં સતત ત્રીજીવાર મમતા બેનર્જી સરકાર બનાવતી જોવા મળે છે. ટ્રેંડથી સ્પષ્ટ છે કે સત્તાધારી ્સ્ઝ્ર ને ૨૦૦થી વધુ સીટો મળે છે. તો બીજી તરફ મુખ્ય વિપક્ષી દળ ભાજપ ૧૦૦ સીટોની અંદર સમેટાતી જોવા મળી રહી છે. ટ્રેંડમાં મમતા બેનર્જીની જીત સાથે દેશભરમાં વિપક્ષી નેતા તેમને શુભેચ્છા પાઠવી રહી છે. બંગાળમાં મમતા બેનર્જીની જીત વિપક્ષ માટે કોઇ ઓક્સિજનથી કમ નથી.

મમતાને જીતની શુભેચ્છા પાઠવતાં દિલ્હીના સીએમ અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં લખ્યું કે 'ઐતિહાસિક જીત માટે મમતા બેનર્જીને શુભેચ્છા, શું શાનદાર લડાઇ લડી, બંગાળના લોકોને પણ શુભેચ્છા.

તો બીજી તરફ એનસીપી અધ્યક્ષ શરદ પવારે પણ મમતા બેનર્જીને ટ્રેંડમાં મળી રહેલી જીત માટે શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે 'મમતા બેનર્જીને મોટી જીત માટે શુભેચ્છા, હવે જનતાની ભલાઇ અને મહામારી સામે લડવાની દિશામાં મળીને કામ કરે છે.'

ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ મમતા બેનર્જીને જીત માટે શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું ' ભાજપાઇયોએ એક મહિલા પર કરેલા અપમાનજનક કટાક્ષ 'દીદી દીદી' જનતા દ્વારા આપવામાં આવેલો જડબાતોડ જવાબ છે.'

(12:00 am IST)