Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

પશ્ચિમ બંગાળે દેશ બચાવી લીધો છે : મમતા બેનર્જી

બંગાળમાં જીત બાદ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા : ભાજપ ચૂંટણી હાર્યું, તેણે ગંદી રાજનીતિ કરી, અમારે પંચના ડરનો સામનો કરવો પડ્યો : આ ઉજવણીનો સમય નથી

કોલકત્તા, તા. : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ ૨૨૦ જેટલી સીટો પર આગળ ચાલી રહી છે. પરંતુ હાઈપ્રોફાઇલ સીટ નંદીગ્રામથી મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા છે. મમતા બેનર્જીને ભાજપના સુભેંદુ અધિકારીએ ૧૯ જેટલા મતથી પરાજય આપ્યો છે. પાર્ટીની જીત બાદ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી હતી.

મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળે દેશ બચાવી લીધો. મમતાએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, કોરોનાને જોતા વિજયી જૂલુસ કાઢવામાં આવે. કોરોના નિયંત્રણ પહેલી પ્રાથમિકતા છે. નંદીગ્રામમાં ચૂંટણી હારવા પર મમતાએ કહ્યુ કે, નંદીગ્રામ વિશે ચિંતા કરો. નંદીગ્રામના લોકો જે જનાદેશ આપશે, હું તેનો સ્વીકાર કરુ છું. મારો કોઈ વિરોધ નથી. અમે ૨૨૧થી વધુ સીટો જીતી અને ભાજપ ચૂંટણી હારી ગયું છેમમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ ચૂંટણી હાર્યું છે, તેણે ગંદી રાજનીતિ કરી. અમારે ચૂંટણી પંચના ડરનો સામનો કરવો પડ્યો. અમારી પાર્ટીએ ૨૨૧નું લક્ષ્ય રાખ્યું હતું. જીત બંગાળની જીત છે. ચૂંટણી દરમિયાન કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દબાવ બનાવવામાં આવી રહ્યો હતો.

મુખ્યમંત્રી મમતાએ કહ્યું કે, શાનદાર જીત માટે અમે લોકોના આભારી છીએ. મારે તત્કાલ કોરોના માટે કામ શરૂ કરવું પડશે. હાલની સ્થિતિમાં શપથ ગ્રહણ કાર્યક્રમ નાનો રહેશે. મમતાએ કહ્યું કે, જો બંગાળને ફ્રી વેક્સિન નહીં મળે તો આંદોલન થશે.

તેમણે કહ્યું કે, આજે અમે કેન્દ્ર સરકાર વિરુદ્ધ જીતી ગયા છીએ. આજે બંગાળે માનવતાને બચાવી લીધી છે. બે નારાએ ચૂંટણીમાં ખુબ સારૂ કામ કર્યું- ખેલા હોબે અને જય બાંગ્લા. મેં નિર્ણય કર્યો છે કે અમે ગ્રામીણ બંગાળમાં ફુટબોલ ક્લબોને ૫૦ હજાર ફુટબોલ વિતરિત કરીશું. હું મારા દેશને સલામ કરુ છું. મારી માતૃભૂમિને સલામ કરુ છું.

(12:00 am IST)