Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોનાનો ૧૦ ગણો વધારે ઘાતક N440K વેરિઅન્ટ

આંધ્રપ્રદેશમાં સૌથી પહેલો કેસ જોવા મળ્યો હતો : કોરોનાની બીજી લહેરને વધારે ઘાતક બનાવી રહેલો આ નવો મ્યુટન્ટ દેશના અમુક રાજ્યોમાં પ્રસરી રહ્યો છે

હૈદરાબાદ, : કોરોનાના ડબલ મ્યુટન્ટ B.1.617ની સંભવિત ઘાતકતાને વૈજ્ઞાનિકો સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હૈદરાબાદ અને ગાઝિયાબાદના સંશોધકોએ જાણ્યું કે નોવલ કોરોના વાયરસનું N440K મ્યુટન્ટ વર્તમાનના કોરોના સ્ટ્રેઈન્સ કરતા ૧૦થી ૧૦૦૦ ગણું વધારે ચેપી છે. દેશના અમુક હિસ્સાઓમાં ઝડપથી પ્રવર્તી રહેલી કોરોનાની બીજી લહેરમાં મ્યુટન્ટ આગમાં ઘીનું કામ કરી રહ્યો છે. મ્યુટન્ટ સૌથી પહેલા આંધ્રપ્રદેશના કુર્નુલમાં જોવા મળ્યો હતો અને હવે તે દેશના અન્ય ભાગોમાં પણ ઝડપથી વકરી રહ્યો છે.

આંધ્રપ્રદેશ અને તેલંગણામાં બીજી લહેરમાં જેટલા કેસ સામે આવ્યા છે તેમાંથી ત્રીજા ભાગના વેરિઅન્ટને કારણે છે અને તેમાં સતત વધારો પણ થઈ રહ્યો છે. પાછલા બે મહિનામાં કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા અને છત્તીસગઢમાં કુલ મળીને મ્યુટન્ટના પચાસ ટકા નમૂના મળી આવ્યા હતા.

હૈદરાબાદમાં સ્થિત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી તેમજ ગાઝિયાબાદમાં આવેલી એકેડેમી ફોસ સાઈન્ટિફિક એન્ડ ઈનોવેશન રિસર્ચના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, વર્તમાન છ૨જ સ્ટ્રેઈનની સરખામણીમાં N440K વેરિઅન્ટ ૧૦ ગણો વધારે ચેપી ઠે અને A3i સ્ટ્રેઈનની સરખામણીમાં ૧૦૦૦ ગણો વધારે ચેપી છે.

(12:00 am IST)