Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

દેશમાં વેક્સિનનું ઉત્પાદન ફુલ સ્પીડમાં : અદાર પૂનાવાલા

અદાર પૂનાવાલા જલ્દી ભારત આવશે : બ્રિટનમાં પોતાના પાર્ટનરો-તમામ પક્ષોની સાથે બેઠક થઈ

નવી દિલ્હી,તા.૨ : સીરમ ઇન્ટિસટ્યૂટ ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ કહ્યું છે કે તેઓ થોડા દિવસમાં લંડનથી ભારત આવશે. પૂનાવાલાએ ભારતમાં કોરોના વાયરસ મહામારીની બીજી ખતરનાક લહેરના કારણે કોરોના વેક્સીનની વધેલી માંગ અને તેના કારણે ઉત્પાદન પર વધી રહેલા દબાણ વિશે વાત કહી.

ત્યારબાદ તેઓએ ભારત પરત ફરવાની ઘોષણા પણ કરી. પૂનાવાલાએ એક ટ્વીટ કર્યું, બ્રિટનમાં પોતાના તમામ પાર્ટનરો અને તમામ પક્ષોની સાથે સારી બેઠક થઈ. દરમિયાન જણાવતા ખુશી થઈ રહી છે કે પુણેમાં કોવિશીલ્ડનું ઉત્પાદન ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે. થોડાક દિવસોમાં પરત ફરતા હું કામની સમીક્ષા કરવા માટે ઉત્સાહિત છું.

સરકારી સુરક્ષા આપ્યા બાદ પોતાની પહેલી ટિપ્પણીમાં પૂનાવાલાએ લંડનના અખબાર ટાઇમ્સ સાથે વાતચીતમાં શનિવારે કહ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સીનની આપૂર્તિની માંગને લઈને ભારત સૌથી શક્તિશાળી લોકોમાંથી કેટલાક લોકોએ તેમની સાથે ફોન પર ઉગ્રતાપૂર્વક વાતો કહી છે. નોંધનીય છે કે, સીરમ ઇન્ટિતાટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારતમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ-૧૯ વેક્સીન કોવિશીલ્ડનું ઉત્પાદન કરી રહ્યું છે. પૂનાવાલાએ કહ્યું હતું કે દબાણ મુખ્યત્વ છે જેના કારણે હું પોતાના પરિવાર સાથે ભારત છોડીને લંડનમાં રહી રહ્યો છું.

હું લંડનમાં વધેલા ગાળામાં રહી રહ્યો છું કારણ કે ફરીથી તે પરિસ્થિતિમાં જવા માંગતો નથી. બધુ મારા ખભે આવશે પણ હું એકલો કરી શકીશ નહીં. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે હું એવી સ્થિતિમાં રહેવા માંગતો નથી તે જ્યાં તમે ફક્ત પોતાની જોબ કરવાનો પ્રયત્ન રહી રહ્યા હોય અને જ્યારે તમે કોઈને જરૂરિયાતની સપ્લાય નહીં આપો તો તમે વિચારી નહીં શકો કે તે શું કરવા જઈ રહ્યા હશે. અપેક્ષા અને આક્રામકતાનું સ્તર વાસ્તવમાં અભૂતપૂર્વ છે. બધાને લાગે છે કે તેમને વેક્સીન લાગવી જોઈએ. તેમને સમજાતું નથી કે તેમને પહેલા કોઈને કેમ વેક્સીન મળવી જોઈએ.

(12:00 am IST)