Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બદલ મમતા દીદીને અભિનંદન : ભાજપ લોકોની સેવા કરતું જ રહેશે: પીએમ મોદી

અગાઉની નજીવી હાજરી કરતા, બંગાળમાં ભાજપની હાજરીમાં હાલ નોંધપાત્ર વધારો થયો

નવી દિલ્હી : બંગાળમાં TMC ના વિજર પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ જણાવ્યું હતું કે "પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બદલ મમતા દીદીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા અને કોવિડ -19 રોગચાળાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર, પશ્ચિમ બંગાળ સરકારને તમામ શક્ય ટેકો આપવાનું ચાલુ જ રાખશે."


વધુમાં તેમણે કહ્યું હતું કે "હું પશ્ચિમ બંગાળના મારા ભાઈ - બહેનો નો આભાર માનું છું કે જેમણે અમારી પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. અગાઉની નજીવી હાજરી કરતા, બંગાળમાં ભાજપની હાજરીમાં હાલ નોંધપાત્ર વધારો થયો છે. ભાજપ લોકોની સેવા કરતું જ રહેશે. હું મતદાનમાં તેમના ઉત્સાહપૂર્ણ પ્રયત્નો બદલ દરેક કાર્યકર્તાને બિરદાઉ છું."

(12:00 am IST)