Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

નવી કાર અને બાઇકના રજિસ્ટેંશન પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ નેશનલ ઇનફોર્મેટિક્સ સેન્ટરે લીધો નિર્ણય

 

નવી દિલ્હી :દેશમાં વેચાનારા તમામ કાર અને બાઇકના રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ નેશનલ ઇનફોર્મેટિક્સ સેન્ટરે તમામ વાહનોના રજિસ્ટ્રેશન પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે.   2 મેથી લાગુ કરવામાં આવી છે.

  કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નિર્ણય હાઇ સિક્યોરિટી નંબર પ્લેટને કારણે લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યારસુધી સિક્યોરિટી નંબર પ્લેટને વાહનના ડાટા સાથે જોડવામાં આવ્યા નથી. વાહન ડેટાબેસની સાથે રજિસ્ટ્રેશન પ્લેટને ઇન્ટીગ્રેશનને લઇને 4 એપ્રિલે દિલ્હીમાં પરિવહન મંત્રાલયની બેઠક મળી હતી. બેઠકમાં સિક્યોરિટી નંબર પ્લેટને વાહનના ડાટાને જોડવાની વાત કરવામાં આવી હતી પરંતુ કામ હજી સુધી થયું નથી. જેથી વાહનોના રજિસ્ટ્રેશન પર રોક લગાવવામાં આવી છે.

   પરિવહન મંત્રાલયના નવા નિયમ પ્રમાણે એક એપ્રિલ 2019થી દેશમાં ચાલી રહેલા તમામ પ્રકારના વાહનો પર ટેમ્પર પ્રૂફ એટલે કે HSNP લગાવવાનું ફરજિયાત કર્યું છે. નિયમ હેઠળ સમગ્ર દેશમાં એક સરખી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નિયમ મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યમાં લાગુ નહીં થાય, કારણ કે રાજ્યની પાસે વાહનના અલગ અલગ પોતાના સોફ્ટવેર છે.

(12:04 am IST)