Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ભડકાઉ ભાષણ પર ચૂંટણી આયોગની નોટીસ પર યોગી બોલ્‍યા : મંચ પર ભજન ગાવા નથી જતા-તીખી પ્રતિક્રિયા

નવી દિલ્‍હી : ચૂંટણી આયોગ તરફથી ગયા મહિને સંભવમાં આવેલ ભડકાઉ ભાષણને લઇ નોટીસનો સામનો કરી રહેલા ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથઅે સ્‍પષ્‍ટ કહ્યું કે અેમનું ભાષણ ચૂંટણી આચારસંહિતાનું નથી થતું કારણ થોડા લોકોની વાતચીત યાદ કરેલ.

મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથઅે સમાચાર અેજન્‍સી અેઅેનઆઇને કહ્યું શું અમે મંચ પર ભજન કરવા જઇઅે છીઅે અમે ત્‍યાં વિરોધીઓને મહાત કરવા માટે જઇઅે છીઅે.

ચૂંટણી આયોગઅે ગુરૂવારના ઉત્તરપ્રદેશના મુખ્‍ય મંત્રી યોગી આદિત્‍યનાથને અેમની ‘‘બાબર કી ઓલાદ’’ ટિપ્‍પણીને લઇ કારણદર્શક નોટીસ આપી છે.

ઉત્તરપ્રદેશના સંભણમાં ૧૯ અેપ્રિલના આયોજિત અેક રેલીને સંબોધિત કરતા યોગીઅે કહ્યું શું તમે દેશની સતા આંતકીઓને સોંપી દેશો જે ખુદને બાબરની ઓલાદ કહે છે તેઓ બજરંગ બલિનો પણ વિરોધ કરે છે.

આયોગઅે અેમને નોટીસનો જવાબ આપવા ર૪ કલાકના સમય આપતા આદર્શ આચાર સંહિતા અેક પ્રાવધાનનો ઉલ્‍લેખ કર્યો છે જેમાં કહેવામાં આવ્‍યું છે કે સમુદાયોની મધ્‍ય પરસ્‍પર ઘૃણા ઉત્‍પન્‍ન કરવા અથવા મતભેદોને વધારવાવાળી કોઇ ગતિવિધિ ન કરવી જોઇઅે.

 

 

(11:51 pm IST)