Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

અમેરિકાના પ્લાનો ટેકસાસમાં શ્રી શ્યામ સુંદર યમુના મહારાણીનો પ્રાગટય ઉત્સવ ઉજવાયોઃ યમુનાષ્ક, અખંડ પાઠ, ગરબા, કિર્તન,ભજન સહિતના કાર્યક્રમોથી વૈશ્નવ મિલનના વૈશ્નવો ભાવવિભોર

ટેકસાસઃ શ્રી શ્યામ સુંદર યમુના મહારાણીનો પ્રાગટય ઉત્સવ યમુના છ ઠ્ઠ, તારીખ ૧૨ એપ્રિલ ગુરૂવારે પ્લાનો ટેકસાસમાં બિરાજતા શ્રી યમુનાજીની સન્મુખ વૈશ્નવ મિલનના વૈશ્નવોએ મોટી સંખ્યામાં હાજર રહી ખૂબ જ ભવ્ય રીતે ઉજવ્યો.

વીક ડે હોવા છતાં બરાબર ૪ વાગ્યે શરૂ થયેલ કાર્યક્રમ, અલૌકિક દર્શન, અખંડ પાઠ, યમુનાજીના ૪૧ પદ, યમુનાષ્ટ પદી, કિર્તન, ભજન અને યમુનાજીના ગરબાથી વાતાવરણ પણ અલૌકિક બની ગયું હતું. વૈશ્નવો દર્શન કરી આનંદથી ભાવ વિભોર થયા હતા. બાદમાં આ જ સ્થળ ઉપર ૩૦ એપ્રિલના રોજ શ્રીમદ વલ્લભાચાર્ય જયંતિ ઉજવાઇ હતી. અહિંયા કોઇપણ જાતના ફંડફાળા કે પૈસાની ભેટ સ્વીકાર્ય નથી તેવું શ્રી સુભાષભાઇ શાહની યાદી જણાવે છે.

(9:02 pm IST)