Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ઓરિસ્સા, બંગાળ અને આંધ્રમાં ખતરો અકબંધ

હજુ ત્રણેય રાજ્યોમાં ભારે વરસાદ

ભુવનેશ્વર, તા. ૩ : ચક્રવાતી ફેની તોફાન ત્રાટક્યા બાદ તેની અસર હેઠળ ઓરિસ્સામાં ભારે નુકસાન થઈ ચુક્યું છે. હવામાન વિભાગ અને ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ખતરો હજુ ટળ્યો નથી. આંધ્રપ્રદેશ, બંગાળ, ઉત્તર પૂર્વ અને ઓરિસ્સામાં હજુ પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડુ નબળું પડ્યું છે પરંતુ હજુ ભારે વરસાદ થશે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરાઈ છે કે ચક્રાવાતી ફેનીના પરિણામ સ્વરૂપે એમ્સ પીજી ૨૦૧૯ માટે કેન્દ્ર તરીકે ભુવનેશ્વરને રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. બીજુ પટનાયક વિમાની મથકને પણ ભારે નુકસાન થયું છે. નેપાળની હવામાનની સ્થિતિમાં પણ ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં તેની અસર ધીમી ગતિથી ઓછી થવાના સંકેત મળી રહ્યા છે.

(7:46 pm IST)