Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ફેની તોફાનની સાથે સાથે

મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી, જનજીવન ઠપ્પ

પુરી-ભુવનેશ્વર, તા. ૩ : બંગાળના અખાતમાં સર્જાયેલા અને મોડેથી વિકરાળ બની ઓરિસ્સામાં ત્રાટકેલા ચક્રવાતી ફેનીથી ઓરિસ્સામાં ભારે નુકસાન થયું છે. આજે સવારે ઓરિસ્સાના દરિયાકાંઠે ફેની ચક્રવાતી તોફાન ત્રાટક્યા બાદ અતિ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. પ્રચંડ ગતિ સાથે પવન ફુંકાયો હતો. ભયંકર તોફાનના કારણે તેના પ્રભાવવાળા વિસ્તારોમાં અનેક જગ્યા ઉપર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.ફેની તોફાનની સાથે સાથે નીચે મુજબ છે.

*   ઓરિસ્સામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ ફેની ચક્રવાતી તોફાન ત્રાટક્યું

*   સવારે આઠ વાગ્યાની આસપાસ ઓરિસ્સાના દરિયાકાંઠે ફેની ત્રાટક્યા બાદ તેની વ્યાપક અસર

*   ભયંકર તોફાનના કારણે તેની અસર હેઠળ અનેક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી

*   અનેક ઝુંપડાઓ અને મકાનોને પણ નુકસાન થયું

*   ધાર્મિક સ્થળ પુરીના આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

*   તોફાન બાદ હજુ સુધી ત્રણ લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા

*   ચક્રાવાતી તોફાન ત્રાટકે તે પહેલા ૧૨ લાખ લોકોને સુરક્ષિત ખસેડાયા

*   ફેની તોફાન નબળુ પડ્યા બાદ બંગાળ તરફ આગળ વધ્યું

*   ત્રણ દશકમાં સૌથી ભયંકર તોફાનમાં ભારે નુકસાન થયું

*   દરિયા કિનારે ચક્રવાતી તોફાન ત્રાટક્યા બાદ શરૂઆતમાં તેની ગતિ ૧૭૫ કિલોમીટર પ્રતિ કલાકની રહ્યા બાદ અંતે ૨૪૫ કિમીની ગતિ દેખાઈ

*   ઓરિસ્સામાં ૧૦ હજાર ગામો અને બાવન શહેરી વિસ્તારોને અસર થઈ

*   ૧૨ લાખ લોકોને પાંચ હજારથી વધુ સેન્ટરોમાં ખસેડવામાં આવ્યા

*   ફુડ પેકેટો પણ મોટાપાયે તૈયાર કરવામાં આવ્યા

*   વિમાનમાંથી ફુડ પેકેટ ઉતારવા માટે એક લાખથી વધુ ફુડ પેકેટો તૈયાર કરાયા

*   ફુડ પેકેટોના વિતરણ માટે બે હેલિકોપ્ટરો મોકલવામાં આવ્યા

*   પાટનગર ભુવનેશ્વરમાં પણ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો

*   ભુવનેશ્વરમાં પણ અનેક જગ્યાઓએ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતા જનજીવન ખોરવાયું

*   લોકોને ઘરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી

*   નુકસાનની ખાતરી કરવા માટે ટીમ તૈયાર કરવામાં આવી

*   દરિયામાં કોઈના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી

*   દેશમાં સૌથી મોટા ફ્યુઅલ રિટેલર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓરિસ્સા અને બંગાળમાં પેટ્રોલ, ડિઝલ, એલપીજી અને વિમાનોના ફ્યુઅલના પુરવઠાને જારી રાખવા ખાસ વ્યવસ્થા કરી

*   ફેનીની અસર હેઠળ રાજકીય પક્ષો દ્વારા રેલીઓ રદ કરવામાં આવી

*   બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી રેલી રદ કરી

*   મમતા બેનર્જીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ડેરો જમાવ્યો

*   ભાજપ પ્રમુખ અમિત શાહને પણ ઝારખંડમાં ત્રણ રેલીઓ રદ કરવી પડી

*   કેન્દ્ર સરકાર દ્વારા પહેલાથી જ ૧૦૦૦ કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી

*   ઓરિસ્સામાં ૧૧ જિલ્લાઓમાં આચારસંહિતા દુર કરવામાં આવી

*   બચાવ અને રાહત કામગીરી માટે આ આચારસંહિતા દુર કરાઈ

*   ગજપતિ અને જગતસિંહપુર જિલ્લાઓમાં ચાર વિધાનસભા ક્ષેત્રોમાં ઈવીએમને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

*   ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ઉત્તર ઓરિસ્સાની ઉપર પહોંચી ગયું છે અને આંધ્રપ્રદેશ તરફ વધ્યું છે

*   ફેની નબળું પડ્યા બાદ બંગાળની તરફ કૂચ કરી ગયું

*   ૨૦૧૪ બાદથી ચક્રવાતી ફેની સૌથી વિનાશક વાવાઝોડુ

*   નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી

*   ઓરિસ્સામાં ગ્રાહકો માટે વોડાફોન અને આઇડિયા દ્વારા પણ કેટલાક પગલા લેવાયા

*   ઓરિસ્સામાં કસ્ટમરો માટે ફ્રી એસએમએસ અને અન્ય સુવિધાઓ અપાઈ

*   કોલકાતા વિમાની મથકને બંધ રાખવાની ફરજ પડી

*   કોલકાતા વિમાની મથકને શનિવાર સુધી બંધ રાખવામાં આવશે

*   ઓરિસ્સામાં બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ બંધ રાખવાની ફરજ પડી

(7:45 pm IST)