Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

US માં જૈન સોશીઅલ ગૃપ બેવર્લી હિલ્સના ઉપક્રમે પિટરસન ઓટોમેટીવ મ્યુઝીયમની ટુર યોજાઇઃ બેવર્લી હિલ્સ મુકામે બોલીવુડ એકટ્રેસ શબાના આઝમી સાથે મુલાકાત

બેવર્લી હિલ્સઃ વિશ્વ વ્યાપ્ત જૈન સોશીઅલ ગૃપના ૪૫૦ ચેપ્ટર માંહેનું એક અગ્રણી ચેપ્ટર જૈન સોશીઅલ ગૃપ બેવર્લી હિલ્સના ઉપક્રમે પિટરસના ઓટોમેટીવ મ્યુઝીયમ ટુરનું આયોજન કરાયું હતું. બાદમાં બેવર્લી હિલ્સ ખાતે લંચની વ્યવસ્થા કરાઇ હતી.

આ ગૃપના ફાઉન્ડર તથા પ્રેસિડન્ટ શ્રી રાજેન્દ્ર વોરા છે. જેમણે મેમ્બર્સ સાથે બેવર્લી હિલ્સ ખાતે બોલીવુડ એકટ્રેસ શબાના આઝમીની મુલાકાત લીધી હતી. હાલમાં તેઓ જૈન સોશીઅલ ગૃપના ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડન્ટ છે. તથા તેઓ છેલ્લા ૩૫ વર્ષથી આ ઇન્ટરનેશનલ ગૃપમાં ત્રીજી વખત વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમાયા છે. તેવું શ્રી રાજેન્દ્ર વોરાની યાદી જણાવે છે.

(7:30 pm IST)