Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

લોકસભાની ચૂંટણી પત્યા બાદ હવે વિધાનસભાની તૈયારી

મુંબઈ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના ૪ તબક્કા મહારાષ્ટ્રના પૂર્ણ થયા છે. દેશમાં ૭ તબક્કામાં મતદાન લેવામાં આવવાનું છે પણ એના માટે મહારાષ્ટ્રના નેતાઓનો કોઈ ચિંતા નથી કારણ મહારાષ્ટ્રની લોકસભાની ૪૮ બેઠકો માટેનું મતદાન ૨૯ એપ્રિલ ૨૦૧૯ના દિવસે પૂર્ણ થઈ ગયું છે. હવે ઓકટોબર ૨૦૧૯માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી થવાની શકયતા જોઈને મહારાષ્ટ્રની રાજકીય પાર્ટીઓએ આવતી વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.  મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટી, શિવસેના, કોંગ્રેસ અને એનસીપી આ મહત્વની ચાર રાજકીય પાર્ટીઓમાંથી શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી આ વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે આગળ નીકળી ગઈ હોવાનું જાણવા મળે છે. શરદ પવારે મહારાષ્ટ્રના એનસીપીના તમામ હોદ્દેદારો અને જિલ્લા પક્ષોની શનિવાર ૪ મે ૨૦૧૯ના દિવસે બેઠક બોલાવી છે અને એ બેઠકમાં લોકસભા ચૂંટણી દરમિયાન પર્ટાીનો દેખાવો અને આગામી વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ શું હોવી જોઈએ એવી પ્રાથમિક ચર્ચા કરાશે એવું જાણવા મળે છે.

(3:44 pm IST)